fbpx

GST અધિકારીના ઘરેથી મળી સોનાની ઇંટો અને વિદેશી ચલણ સહિત 1.86 કરોડ લાખ રોકડા, 2 દિવસ પહેલા જ લીધેલી 10 લાખની લાંચ

Spread the love

GST અધિકારીના ઘરેથી મળી સોનાની ઇંટો અને વિદેશી ચલણ સહિત 1.86 કરોડ લાખ રોકડા, 2 દિવસ પહેલા જ લીધેલી 10 લાખની લાંચ

CBIએ પંચકુલામાં રૂ. 10 લાખની લાંચ લેતા પકડાયેલા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) સુપરિન્ટેન્ડેન્ટ લવકુશ કુમારના ઘરેથી આશરે રૂ. 1.86 કરોડની રોકડ, સોના અને ચાંદીના દાગીના/ઇંટો અને વિદેશી ચલણ મળી આવ્યું છે.

આ ઉપરાંત, આરોપી અધિકારી અને તેના પરિવારના સભ્યોના નામે બેનામી મિલકતો, બેંક ખાતાઓ અને રોકાણો સંબંધિત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

CBIએ 20 નવેમ્બરના રોજ આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. એજન્સીએ શનિવારે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને સત્તાવાર માહિતી આપી હતી.

CGST Superintendent-CBI Raid

CBI દ્વારા જાહેર કરાયેલા ફોટામાં રૂ.100ની નોટના 8 બંડલ, રૂ. 200ની નોટના 5 બંડલ, રૂ. 500ની નોટના 30 બંડલ અને 5 વિદેશી ચલણની નોટના બંડલ દેખાય છે.

એક પ્રેસ રિલીઝ અનુસાર, દરોડામાં ભારતીય ચલણમાં રૂ. 24.29 લાખ અને વિદેશી ચલણમાં રૂ. 15.65 લાખ મળી આવ્યા હતા. જ્યારે જપ્ત કરાયેલા સોના અને ચાંદીની કુલ કિંમત આશરે રૂ. 1.46 કરોડ હોવાનો અંદાજ છે.

તપાસ એજન્સી હાલમાં જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે આરોપી અને તેના પરિવારની સંપત્તિ અને નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

CGST Superintendent-CBI Raid

CBIના જણાવ્યા અનુસાર, એક ખાનગી પેઢી સામે GST કાર્યવાહી ચાલી રહી હતી. આ કેસમાં, પેઢીના ભાગીદારે CGST સુપરિન્ટેન્ડેન્ટ લવકુશ સામે લાંચ માંગવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, આરોપીએ GST કાર્યવાહીમાં પેઢીને રાહત આપવા, ભારે દંડ ટાળવા અને વધુ કોઈ ડિમાન્ડ નોટિસ ન મોકલાવવા બદલ રૂ. 50 લાખની માંગણી કરી હતી.

CGST Superintendent-CBI Raid

ફરિયાદ પછી, CBIએ 19 નવેમ્બરના રોજ કેસ નોંધ્યો હતો અને આરોપોની ચકાસણી કરી હતી. એવું બહાર આવ્યું હતું કે આરોપીએ શરૂઆતમાં લાંચની માંગણી રૂ. 50 લાખથી ઘટાડીને રૂ. 20 લાખ કરી હતી. જોકે, ચકાસણી પ્રક્રિયા દરમિયાન, તેણે ફરીથી તેની માંગણી વધારીને રૂ. 25 લાખ કરી હતી. તે પ્રથમ હપ્તા તરીકે 10 લાખ રૂપિયા સ્વીકારવા સંમત થયો હતો.

CBI ટીમે 19 નવેમ્બરના રોજ પંચકુલામાં છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ આરોપી સુપરિન્ટેન્ડેન્ટને 10 લાખ રૂપિયા આપ્યા કે તરત જ ટીમે તેને રંગેહાથ પકડી લીધો. લાંચની આખી રકમ સ્થળ પરથી જપ્ત કરવામાં આવી. ત્યારપછી આરોપીની પૂછપરછ કરવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી.

CGST Superintendent-CBI Raid

20 નવેમ્બરના રોજ આરોપીના ઘરે દરોડા દરમિયાન, રોકડ અને દાગીના ઉપરાંત, CBIને 6 બેંક ખાતા, રોકાણ પોર્ટફોલિયો, જીવન વીમા પોલિસી અને અનેક સ્થાવર મિલકતો સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા. ટીમે આરોપી અને તેના પરિવારના સભ્યોના નામે નોંધાયેલા વાહનો સહિત નાણાકીય વ્યવહારોના રેકોર્ડ પણ જપ્ત કર્યા. CBI આરોપીની સંપત્તિ અને આવકના સ્ત્રોતો નક્કી કરવા માટે આ દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

Leave a Reply

error: Content is protected !!