fbpx

પ્રાંતિજ પોલીસે સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો

Spread the love

  • સોનાસણ ગામના મહેન્દ્રભાઈ જગદીશભાઈ સાકરીયાને બાતમીના આધારે ઝડપી લેવાયા
  • હિંમતનગરની ચોથા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના કેસમાં સજા વોરંટ જારી થયું હતું

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત પ્રાંતિજ પોલીસે સોનાસણ ગામના એક આરોપીને ઝડપી પાડ્યો છે


મળતી માહિતી મુજબ, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી લેવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાએ પોલીસ ટીમને સતત વોચ અને તપાસ રાખવા સૂચના આપી હતી દરમિયાન પ્રાંતિજ પોલીસની સર્વેલન્સ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ચોથા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, હિંમતનગરના ફોજદારી કેસ નંબર ૭૫૮૧|૨૦૨૨ ના કામે સજા વોરંટ ધરાવતા મહેન્દ્રભાઈ જગદીશભાઈ સાકરીયા રહે. સોનાસણ, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા ને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!