પ્રાંતિજ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક ડાયાબિટીસ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
- ૩૦૦થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો
- વિવિધ રોગોનું નિદાન કરી સારવાર અને માર્ગદર્શન અપાયું
પ્રાંતિજ તા.૨૬|૧૧|૨૦૨૬
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિનિયર સિટીઝન મંડળ પ્રાંતિજ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી, હિંમતનગર સાબરકાંઠા ના સંયુક્ત આયોજન હેઠળ વિનામૂલ્યે આયુર્વેદિક ડાયાબિટીસ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રાંતિજ નગરપાલિકાના દવાખાના ખાતે યોજાયેલા આ કેમ્પમાં વૈદ્ય કિંજલબેન ગોસ્વામી, વૈદ્ય કિરીટભાઈ પટેલ, ડૉ. એચ.બી. પટેલ, વિનોદભાઈ દરજી અને અંકિતા ચશ્માઘર દ્વારા પોતાની સેવાઓ આપવામાં આવી હતી.





કેમ્પમાં સાંધાના રોગો, ડાયાબિટીસ, પ્રોસ્ટેટની તકલીફો, મૂત્ર સંબંધી વિકારો સહિતના રોગો માટે નિદાન અને સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સાથે જ આંખોની તપાસ અને નેત્ર નિદાનની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી પ્રાંતિજ શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૩૦૦થી વધુ દર્દીઓએ વિનામૂલ્યે નિદાન અને સારવારનો લાભ લીધો હતો આ કેમ્પનું સફળ આયોજન સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ ધનજીભાઈ પટેલ, મહામંત્રી હસમુખભાઈ રાઠોડ તેમજ મંડળના સભ્યો રસિકભાઈ પટેલ, અરવિંદભાઈ રાવલ, અરવિંદભાઈ મોદી, મુકુન્દભાઈ કસ્બાતી, બાબુભાઈ પંચાલ સહિતના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહંત સુનિલદાસજી મહારાજ તથા ડૉ. એન.કે. ડેરિયા ,જમનાદાસ એમ નરસિંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પના સફળ આયોજન બદલ આયોજકો દ્વારા સહયોગ આપનાર તમામ તબીબો, સેવાભાવી કાર્યકરો અને ઉપસ્થિત દર્દીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો