અમદાવાદમાં યોજાયેલા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના વાર્ષિક અધિવેશનમાં પ્રાંતિજ ગોલ્ડ અને સહેલી ગ્રુપનો ડંકો, અનેક એવોર્ડ મેળવી પ્રાંતિજનું નામ રોશન કર્યું
વ્યક્તિગત કેટેગરીમાં પાંચ સભ્યોને સન્માન, જ્યારે ગ્રુપ કેટેગરીમાં પણ ચાર પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા
અમદાવાદના ખાનપુર સ્થિત ભવન્સ કોલેજ ખાતે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન-3Cનું વાર્ષિક અધિવેશન યોજાયું હતું જેમાં વર્ષ દરમિયાન સમાજસેવા, માનવસેવા અને લોકહિતનાં કાર્યોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો અને સભ્યોને વિવિધ કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા


આ અધિવેશનમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ તથા પ્રાંતિજ સહેલી ગ્રુપે અનેક એવોર્ડ પ્રાપ્ત કરી પ્રાંતિજનું નામ ગૌરવભેર રોશન કર્યું હતું વ્યક્તિગત એવોર્ડમાં પ્રાંતિજ સહેલી ગ્રુપનાં નેહાબેન પંચાલને બેસ્ટ પ્રમુખ પ્લેટિનમ , સોનલબા ઝાલાને બેસ્ટ ખજાનચી સિલ્વર , પ્રાંતિજ ગોલ્ડના સુરેશભાઈ રાવલને બેસ્ટ ખજાનચી, દર્શિલ દેસાઈને બેસ્ટ પ્રમુખ ગોલ્ડ અને હાર્દિક બ્રહ્મભટ્ટને બેસ્ટ મંત્રી પ્લેટિનમ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જ્યારે ગ્રુપ કેટેગરીમાં પ્રાંતિજ ગોલ્ડને જાયન્ટ્સ ફેડરેશન-3C એવોર્ડ ગોલ્ડ , બેસ્ટ જાયન્ટ્સ વીક પ્લેટિનમ તથા બેસ્ટ મેડિકલ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો ઉપરાંત પ્રાંતિજ સહેલી ગ્રુપને બેસ્ટ જાયન્ટ્સ વીક ગોલ્ડ નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો ઉલ્લેખનીય છે કે, વર્ષ દરમિયાન બંને ગ્રુપ દ્વારા આરોગ્ય, શિક્ષણ, જરૂરિયાતમંદ લોકોને સહાય, જનજાગૃતિ સહિતની વિવિધ સમાજલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચાડવાના ઉમદા હેતુથી કરવામાં આવેલી કામગીરીની નોંધ લઈ આ સન્માન એનાયત કરવામાં આવ્યા હતા આ સિદ્ધિ પ્રાંતિજ ગોલ્ડ અને સહેલી ગ્રુપના તમામ સભ્યોની એકતા, ટીમવર્ક, સેવાભાવના અને સમર્પણનું પરિણામ હોવાનું જણાવાયું હતું અનેક એવોર્ડ પ્રાપ્ત થતાં પ્રાંતિજ પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છેબંને ગ્રુપ દ્વારા ભવિષ્યમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો