fbpx

પરેશ ગોસ્વામીએ જણાવ્યું ઑગસ્ટમાં કેવો રહેશે વરસાદ

Spread the love

gujarati.abplive.com

અત્યારે વરસાદી સીઝન ચાલી રહી છે અને ઘણી જગ્યાએ મેઘો પણ મન મૂકીને વરસી રહ્યો છે. નદીઓ ઉફાન પર છે અને બેઉં કાંઠે વહી રહી છે. ઠેર ઠેર પાણી ભરાવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના જે ભાગો વરસાદ નહોતો પડ્યો ત્યાં પણ વરસાદ થઇ રહ્યો છે. હવે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી સમયમાં ચોમાસું કેવો વળાંક લઇ શકે છે. અંગે પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હજુ પણ મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોવાઇ રહી છે. ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તાર છે જેમાં વરસાદ પડ્યો નથી.

તેમણે કહ્યું કે, 29 જુલાઇ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યાં 29 જુલાઇ સુધીમાં પડી શકે છે. તેમણે જણાવ્યું કે, આ રાઉન્ડ પૂરો થયા પછી ખબર પડશે કે હજુ કેટલા વિસ્તારોમાં વરસાદથી વંચિત રહ્યા છે કેમ કે 29 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ, બીલીમોરામાં અતિ ભારે વરસાદ પડી શકે છે. હાલમાં અહીં વરસાદથી રાહત મળવાની સંભાવનાઓ નથી.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 29 જુલાઇ સુધી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારબાદ પણ વિરામ મળવાની સંભાવનાઓ નથી. ત્યારબાદ 1 કે 2 ઑગસ્ટે નવો રાઉન્ડની શરુઆત થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ બંધ થયો છે ત્યારે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ખેતી કામ કરી લેવાની સલાહ આપી રહ્યા છે. ઑગસ્ટની શરુઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.

તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, એક સાથે 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમાં 7 ઑગસ્ટે સિસ્ટમ સક્રિય થતા આખા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાથે જ પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેસર સર્જાતા ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સાથે અતિભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે.’

error: Content is protected !!