fbpx

રાહુલે એવી તસવીર લોકસભામાં બતાવી કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ના પાડી દીધી

Spread the love

સંસદના મોનસૂન સત્રનો આજે 9મો દિવસ છે. સંસદના બંને સદનોમાં આજે દિલ્હી કોચિંગ અકસ્માતનો મુદ્દો ઉઠ્યો. સંસદના બંને સદનોમાં આ મુદ્દા પર ચર્ચા થઇ. તો લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટ 2024ને લઇને સરકાર પર પ્રહાર કર્યો. આ દરમિયાન તેમણે ચક્રવ્યૂહનું ઉદાહરણ આપ્યું. સાથે જ બજેટના હલવા સેરેમની પર કંઇક એવું કહી દીધું જેને સાંભળીને નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બંને હાથ માથા પર મૂકી દીધા.

તેમણે કહ્યું કે, મહાભારતમાં અભિમન્યુને ચક્રવ્યૂમાં ફસાવીને મારવામાં આવ્યો. ચક્રવ્યૂહ કમળના આકાર જેવું હતું. આજે પણ એવું જ ચક્રવ્યૂહ રચવામાં આવી રહ્યું છે અને વડાપ્રધાન કમળનું નિશાન પોતાના છાતી પર લગાવીને ફરે છે. ચક્રવ્યૂહમાં દેશને ફસાવવામાં આવ્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ હલવા સેરેમનીની એક તસવીર સદનમાં દેખાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ના પાડી દીધી. તેના પર નેતા પ્રતિપક્ષે કહ્યું કે, હું તસવીર દેખાડીને સમજાવવા માગું છું કે, બજેટનો હલવો વહેચાઇ રહ્યો છે અને આ તસવીરમાં એક OBC અધિકારી દેખાઇ રહ્યા નથી.

અહી સુધી કે એક આદિવાસી અધિકારી અને એક દલિત અધિકારી પણ દેખાઇ રહ્યો નથી. આ શું થઇ રહ્યું છે. દેશનો હલવો વહેચાઇ રહ્યો છે અને તેમાં માત્ર એજ લોકો છે. રાહુલ ગાંધીએ એટલું જ કહેતા નાણામંત્રી નિર્મલા સીતારમણે માથા પર હાથ મૂકી દીધા. જો કે હોબાળા વચ્ચે લોકસભામાં નેતા પ્રતિપક્ષે પોતાનું ભાષણ આગળ ચાલી રાખ્યું. તેમણે કહ્યું કે, સર તમે હલવો ખાઇ રહ્યા છો અને બાકી લોકોને હલવો મળી રહ્યો નથી.

તેમણે આગળ કહ્યું કે, અમે જાણકારી મેળવી કે 20 અધિકારીઓએ બજેટને ત્યજી દીધું. જો તમે નામ ઇચ્છો છો તો હું તમને એ અધિકારીઓના નામ પણ આપી શકું છું. તેનો અર્થ છે કે 20 અધિકારીઓએ બજેટ બનાવ્યું છે. અર્થ ભારતનો હલવો 20 લોકોએ વહેંચ્યો છે. વહેંચે કોણ છે? એજ 2 કે 3 ટકા લોકો. મળે કોને છે? માત્ર એ 3 ટકાને જ. બાકી 99 ટકાને શું મળે છે? ભારતમાં ભયનો માહોલ છે અને આ ડર આપણાં દેશના દરેક પહેલુમાં વ્યાપ્ત છે. સરકારે બજેટમાં મોટા વેપારીઓને ફાયદો પહોંચાડ્યો, પરંતુ નાના દુકાનદારો અને કરદાતાઓને કોઇ ફાયદો ન અપાયો.

રોજગારના મુદ્દા પર રાહુલે કહ્યું કે, બજેટમાં ઇન્ટર્નશિપ પ્રોગ્રામની વાત કદાચ એક મજાક હતી. આ ઇન્ટર્નશિપ દેશની મોટી કંપનીઓમાં આપવામાં આવશે, પરંતુ તેનાથી યુવાઓને કોઇ ફાયદો નહીં થાય. યુવાઓનો આજનો મુખ્યમુદ્દો પેપરલીક છે. તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં 70 વખત આ દેશમાં પેપરલીકની ઘટનાઓ થઇ. યુવાઓને અગ્નિપથ યોજનાના ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવ્યા. ખેડૂતોએ સરકાર પાસે લીગલ ગેરંટીની યોજના માગવામાં આવી હતી, પરંતુ સરકારે તેમની વાત ન માની.

ખેડૂત લાંબા સમયથી રસ્તા પર આંદોલન કરી રહ્યા છે. ગત દિવસોમાં તેઓ મને મળવા આવ્યા, પરંતુ તેમને અહી ન આવવા દેવાયા. જો સરકાર બજેટમાં MSPનું પ્રાવધાન આપતી તો ખેડૂત આ ચક્રવ્યૂહથી નીકળી શકતા હતા. હું વિપક્ષી ગઠબંધન તરફથી કહેવા માગું છું કે અમારી સરકાર બનવા પર ખેડૂતોને MSP આપવામાં આવશે.

error: Content is protected !!