પ્રાંતિજ સહિત તાલુકા મા પડેલ વરસાદ થી નદી તળાવ માં નવાનીર આવ્યા
– મોટી બોખ મા નવાનીર આવતા ખેડૂતો સહિત નગરજનો મા ખુશી
– મેઘરાજાની અસીમ કુપાથી નદી તળાવ બોખ છલોછલ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકાના લોકોની જીવાદોરી સમાન બોખ મા ઉપરવાસ મા થયેલ વરસાદ ને લઈ ને પાણી ભરાતા હાલ રમમ્ય નજરો જોવા મળે છે તો બોખ મા પાણી ભરતા ૧૫ થી ૧૮ ગામોના ખેડૂતોના બોર કુવા રીચાર્જ થશે
પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ પ્રાંતિજ ના માર્કડેશ્વર મહાદેવ પાસે આવેલ મોટી બોખ કે જે ૨૦ થી પણ વધારે લોકો ની જીવાદોરી છે તે પણ મંદિર ના પાછળનો ભાગ છલોછલ ભરાતા પીલુદ્રા , રામપુર , કમાલપુર , અનવરપુરા , નવાપુરા , સહિત ગામોને ખેતી માટે પાણી ની સમસ્યા ઉભી નહી થાય તો આ વર્ષે સારા વરસાદ ને લઈ ને પ્રાંતિજ સહિત તાલુકામા મેઘરાજા ની મેધમહેર થતા નદી નાળા છલકાયા છે અને છલકાવાની આરે છે ત્યારે હાલતો સારા વરસાદ ને લઈ ને પ્રાંતિજ સહિત પંથક ના લોકો તથા ધરતી પુત્રો મા ખુશીજોવા મળી રહી છે