fbpx

UPSCના નવા ચેરમેન પ્રીતિ સુદન વિશે જાણો

Spread the love

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન તરીકે પ્રીતિ સુદનના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. મનોજ સોની ના રાજીનામા પછી પ્રીતિને તક મળી છે. તેઓ 1 ઓગસ્ટ 2024થી તેમનો કાર્યભાર સંભાળી લેશે. પ્રીતિ UPSCના બીજા મહિલા અધ્યક્ષ છે.

પ્રીતિ સુદન આંધ્રપ્રદેશની 1983 કેડરના IAS અધિકારી છે, પરંતુ તેઓ 4 વર્ષ પહેલા નિવૃત થઇ ચૂક્યા છે. તેઓ થોડા સમય માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે કામ કર્યું છે. જો કે તેમનું સૌથી મોટું યોગદાન કોરાના મહામારી તરીકે રહ્યું હતું. આરોગ્ય વિભાગના સચિવ તરીકે તેમણે કોરાના મહામારી વખતે મુખ્ય રણનીતિકારની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત બેટી બચાઓ, બેટી પઢાઓ, આયુષ્યમાન ભારત મિશન, ઇ- સિગરેટ પર પ્રતિબંધના કાયદો જેવા કામમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

error: Content is protected !!