પંચમહાલના ઝાલોદ તાલુકામાં આવેલા લીમડી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મકિન માલિકના ઘરમાં ચોર ઘુસ્યા હતા, પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો ફોન ઉપાડનારે કહ્યું કે, પહેલા પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરો ભલે ચોરો ઘરે રહેતા.
લીમડી ગામમાં રહેતા પ્રવિણ કલાલના ઘરે ધાબા પરથી ચોરો ઘરમાં ઘુસ્યા હતા. અવાજ આવવાને કારણે ઘર માલિક પ્રવિણે પોતાના ઘરના સીસીટીવી ચેક કર્યા તો એક રૂમમાં 6થી 7 લોકો બધું ફંફોળી રહ્યા હતા. તેમણે લીમડી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો અજિત પવાર નામના કર્મીએ ફોન ઉંચક્યો અને કહ્યું કે, પહેલાં મને જાગવાતો દો, પછી પ્રવિણભાઇનો ફોન હોલ્ડ રાખ્યો.પછી અજિતે કહ્યુ કે, ભલે ચોરો ઘરમાં રહેતા તમે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ લખાવો પછી જ એક્શન લેવાશે. અજિત પવારને સસ્પેન્ડ કરી દેવાયો છે, પરંતુ પ્રવિણભાઇના ઘરમાંથી 25,000 રૂપિયાની ચોરી થઇ ગઇ છે.