fbpx

અમેરિકામાં કંઇક એવું થયું કે થવા લાગી મંદીની ચર્ચા, ભારત માટે શું સંકેત?

Spread the love

કાલ સુધી બધુ બરાબર હતું, પરંતુ હવે મંદીની વાત થવા લાગી છે, જેની પહેલી અસર કે પછી કહો ગભરાટ, શેર બજારમાં જોવા મળી રહી છે. ગુરુવારે ગ્લોબલ માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો. અમેરિકન બજારમાં તો કડાકો બોલી ગયો. ગુરુવારે અમેરિકામાં બધા 3 પ્રમુખ સૂચકાંક જોરદાર કડાકા સાથે બંધ થયા. નેસ્કેડમાં સૌથી વાહડુ 2.3 ટકાનો કડાકો નોંધાયો. અમેરિકાના શેર બજારમાં ગુરુવારે હાહાકાર મચી ગયો. S&Pના 1.37 ટકા અને ડાઉ જોન્સમાં 1.21 ટકાનો મોટો ઘટાડો નોંધાયો. અમેરિકન દિગ્ગજ ટેક્નોલોજી કંપની Nvidiaના શર્મા લગભગ 7 ટકાનો ઘટાડો નોંધાયો.

તો અમેરિકાની MNC કંપની બ્રોડકોમ ઇન્કના શેર 8.50 ટકા સુધી નીચે જતા રહ્યા. સૌથી વધુ એ કંપનીઓના શેરોમાં કડાકો જોવા મળ્યો, જે AI પર કામ કરી રહી છે. આ દરમિયાન ઇન્ટેલે 2025 સુધીમાં 10 બિલિયન ડોલર બચાવવા માટે 15,000 કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે. સૌથી વધુ મંદીની આહટના સમાચાર અમેરિકાથી આવી રહ્યા છે. એક ડેટાએ મંદીના સમાચારોને હવા આપી છે. અમેરિકામાં ચાલી રહેલા વિનિર્માણના ડેટાએ હાહાકાર મચાવી દીધો છે.

અહી જુલાઇના વિનિર્માણ સૂચકાંક 46.8 ટકા રહ્યો, જે ચિંતાજનક છે. તેનો સૂચકાંક 50 ટકાથી ઓછા હોય તો તેને સારા સંકેત માનવામાં આવતા નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકન વેલ્થ મેનેજમેન્ટ અને ઇક્વિટી રિસર્ચ કંપની Spartan Capital Securities, LLCના પીટર કાર્ડિલોએ મંદી માટે આર્થિક ચિંતાઓને જવાબદાર ઠેરવ્યા છે. એ સિવાય અમેરિકામાં બેરોજગારી દર પણ અનુમાનથી વધારે રહેવા પર શેર બજારમાં દબાવ વધ્યો. અમેરિકન ડોલરના દરો અને ટ્રેજરી યીલ્ડમાં પણ વૃદ્ધિ થઇ.

આ દરમિયાન મુદ્રાસ્ફીતિના આંકડાઓમાં ઘટાડો નોંધાયો છે. તેનાથી અનિશ્ચિતતાઓ વધી ગઇ છે કે યુરોપીય સેન્ટ્રલ બેન્ક જૂન બાદ સપ્ટેમ્બરમાં વ્યાજદરોમાં કપાત કરશે કે નહીં. તેની સાથે જોડાયેલી ચિંતાઓના કારણે ફ્રેન્કફર્ટ અને પેરિસ બંને સ્ટોક 2 ટકાથી વધુ કડાકા સાથે લાલ નિશાન પર બંધ થયા. એ સિવાય મિડલ ઇસ્ટમાં સપ્લાઇ બાધિત થવાની ચિંતાઓ અલગ છે. સાથે જ કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કેમ કે ચીનમાં ડિમાન્ડ ઘટી છે, જેથી બજારનો મિજાજ ખરાબ થયો છે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તણાવના સમાચારે જિયો પોલિટિકલ ટેન્શન વધારી દીધી છે અને રોકાણનો માહોલ ખરાબ કર્યો.

ભારતીય શેર બજારમાં પણ અચાનક કડાકો:

આ દરમિયાન શુક્રવારે ભારતીય શેર બજારમાં પણ ભારે કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 885.59 અંકના કડાકા સાથે 80,981.95 અંક પર બંધ થયો. તો નિફ્ટી 293.20 અંક ઘટીને 24,727.70 પર બંધ થયો. સેન્સેક્સમાં ભારે ઘટાડાથી BSEની મર્કેટ કેપ શુક્રવારે 4.56 લાખ કરોડ રૂપિયા ઘટીને 457.06 લાખ કરોડ થઇ ગઇ. ભારતીય બજારમાં ઘટાડાનું એક મોટું કારણ ઓટો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આપવામાં આવેલા ખરાબ ગાઇડેન્સ છે.

જુલાઇમાં બધી દિગ્ગજ ઓટો કંપનીઓનું વેચાણ પ્રભાવિત થયું છે. તેની સાથે જ પહેલા ત્રિમાસિકના પરિણામોમાં પણ સારો એવો દબાવ જોવા મળ્યો છે. મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સે આગામી મહિનાઓમાં વેચાણ પ્રભાવિત થવાના સંકેત આપ્યા છે. જેથી ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકીના શેરોમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે M&Mના શેર લગભગ 3 ટકા લુઢકી ગયા.

error: Content is protected !!