fbpx

શું રાહુલ ગાંધીની ED ધરપકડ કરવાની છે?

Spread the love

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં અભિમન્યૂના ચક્રવ્યૂહની વાત કરી હતી એ ચર્ચામાં જ હતી એ પછી જ્યારે રાહુલ ગાંધી વાયનાડમાં પૂર પીડિતોને મળવા ગયા ત્યારે રાત્રે દોઢ વાગ્યે ટ્વીટ કર્યુ કે, 2 ઇન 1ને મારું ભાષણ પસંદ આવ્યું નથી અને EDના સૂત્રોએ બતાવ્યું છે કે તેઓ મારી સામે રેડ પાડવાની તૈયારી કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે નિશાન સાધ્યું છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે રાહુલનું કદ હવે વધી ગયું છે. હવે તેમના નિવેદનોનું વજન પડે છે. લોકસભામા વિપક્ષ નેતા હોવાને કારણે રાહુલને મોટી જવાબદારી મળી છે. હવે મહત્ત્વની પોસ્ટીંગમાં રાહુલ ગાંધીને સાથે રાખવા પડે છે, એટલે સંભવત EDના કોઇ અધિકારીએ માહીતી આપી હોય શકે છે. રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન પર છે, પરંતુ 2022માં ગાંધીને EDએ પુછપરછ માટે 5 વખત બોલાવ્યા હતા.

error: Content is protected !!