એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકાના લગ્નની દુનિયાભરમાં ચર્ચા રહી હતી અને મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું કે અનંતના લગ્નમાં 5000 કરોડ રૂપિયા ખર્ચાયા અને દુનિયાના સૌથી મોંઘા લગ્ન હતા.
પરંતુ અમે તમને દુનિયાની એક સૌથી મોંઘી પાર્ટી વિશે વાત કરીશું. 1971માં ઇરાનના છેલ્લા શાસક મોહમંદ રેજા શાહ પહેલવીએ 1971માં પર્શિયન સામ્રાજ્યના 2500 વર્ષ પુરા થવાની ખુશીમાં ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં 100 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આજની તારીખે ગણવામાં આવે તો 5,000 કરોડથી વધુનો ખર્ચ થયો ગણી શકાય.
આ પાર્ટી 3 દિવસ સુધી ચાલી હતી અને મહેમાનો માટે ખાસ લંડનથી સોનાની વરખવાળી 10000 જમવાની પ્લેટ મંગાવવામાં આવી હતી અને પેરિસ ભોજન બનાવવા માટે ખાસ શેફને બોલાવાયા હતા. દુનિયાનું સૌથી લાંબા ભોજન તરીકે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ કરાય છે, જેમાં મહેમાનોને જમતા સાડા પાંચ કલાક થયા હતા.