વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં સામેલ અબજોપતિઓની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. એલોન મસ્કથી લઈને બિલ ગેટ્સ અને મુકેશ અંબાણીથી લઈને ગૌતમ અદાણી સુધીની દરેકની નેટવર્થ ઘટી છે. એમેઝોનના જેફ બેઝોસને સૌથી મોટું નુકસાન થયું છે, જેમની સંપત્તિમાં એક જ ઝાટકે રૂ. 1.27 લાખ કરોડનો ઘટાડો થયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર નેટવર્થમાં આ ઘટાડો માત્ર ટોપ-10 અમીરો પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિશ્વના 20 સૌથી ધનિકોની સંપત્તિમાં જોવા મળ્યો છે. ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક એલોન મસ્કની સંપત્તિ 6.57 બિલિયન ડૉલર ઘટીને 235 બિલિયન ડૉલર થઈ ગઈ છે, જો કે તેઓ હજુ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. બીજી તરફ, એમેઝોનના માલિક જેફ બેઝોસની નેટવર્થ 15.2 બિલિયન ડૉલર ઘટીને 191 બિલિયન ડૉલર થઈ છે, જ્યારે ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ 1.21 બિલિયન ડૉલર ઘટીને 182 બિલિયન ડૉલર થઈ છે.
જો આપણે વિશ્વના 10 સૌથી ધનિક લોકોની સંપત્તિ પર નજર કરીએ તો, ફેસબુકના માર્ક ઝકરબર્ગને 2.39 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે અને તેમની સંપત્તિ ઘટીને 174 બિલિયન ડૉલર થઈ ગઈ છે. બિલ ગેટ્સની નેટવર્થ 1.95 બિલિયન ડૉલર ઘટીને 155 બિલિયન ડૉલર થઈ છે, લેરી પેજની નેટવર્થ 3.45 બિલિયન ડૉલર ઘટીને 150 બિલિયન ડૉલર થઈ છે, લેરી એલિસનની સંપત્તિ 4.37 બિલિયન ડૉલર ઘટીને 148 બિલિયન ડૉલર થઈ છે, સ્ટીવ બૉલ્મરની સંપત્તિ 2.83 બિલિયન ડૉલર ઘટીને 142 બિલિયન ડૉલર થઈ છે. આ સિવાય, સર્ગેઈ બ્રિનની કુલ સંપત્તિમાં 3.24 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે, જ્યારે વોરેન બફેની સંપત્તિમાં 1.31 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી, બંને અબજોપતિઓની નેટવર્થ અનુક્રમે 141 બિલિયન ડૉલર અને 135 બિલિયન ડૉલર થઈ ગઈ છે.
આ 10 સૌથી ધનિક લોકોની વાત છે, જ્યારે ઉપરોક્ત અમીર લોકો સિવાય ટોપ-20 અમીર લોકોની યાદી પર નજર કરીએ તો, દુનિયાના 11મા સૌથી અમીર ભારતીય અબજોપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં 1.20 અબજ ડૉલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને 113 અબજ ડૉલર થઈ ગઈ છે. જ્યારે, અમીરોની યાદીમાં 12મા સ્થાને રહેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં 1.34 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે, જે પછી તે ઘટીને 110 બિલિયન ડૉલર થઈ ગઈ છે.
આ યાદીમાં સામેલ અન્ય અબજોપતિઓને પણ ભારે નુકસાન થયું છે. માઈકલ ડેલની સંપત્તિમાં 3.22 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને 97.6 બિલિયન ડૉલર પર આવી ગયો છે, જ્યારે અમાનસિઓ ઓર્ટેગાને 1.07 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે, જેના પછી તેમની સંપત્તિ ઘટીને 95.1 બિલિયન ડૉલર થઈ ગઈ છે. બાકીના અમીરોમાં…
જેન્સન હુઆંગ-કુલ નેટ વર્થ-94.3 બિલિયન ડૉલર-સંપત્તિમાં ઘટાડો-1.67 બિલિયન ડૉલર, જિમ વોલ્ટન-કુલ નેટ વર્થ-90.5 બિલિયન ડૉલર-સંપત્તિમાં ઘટાડો-1.68 બિલિયન ડૉલર, રોબ વોલ્ટન-કુલ નેટ વર્થ-88.5 બિલિયન ડૉલર-સંપત્તિમાં ઘટાડો-1.60 બિલિયન ડૉલર, એલિસ વોલ્ટન-કુલ નેટ વર્થ-87.7 બિલિયન ડૉલર-સંપત્તિમાં ઘટાડો-1.59 બિલિયન ડૉલર, કાર્લોસ સ્લિમ-કુલ નેટ વર્થ-87.3 બિલિયન ડૉલર-સંપત્તિમાં ઘટાડો-1.20 બિલિયન ડૉલર, ફ્રાન્કોઇસ બેટનકોર્ટ-કુલ નેટ વર્થ-85.9 બિલિયન ડૉલર-સંપત્તિમાં ઘટાડો-517 મિલિયન ડૉલર.