પ્રાંતિજ ના વેપારી સાથે ઓનલાઈન ફોર્ડ
– ૧૦ પંખા લેવાનુ કહીને દશ હજાર નો ચુનો લગાવ્યો
– વેપારીને છેતરાયા બાદ લાઇટ થતા દશ હજાર ખોવાનો વારો આવ્યો
– ત્રણ હજાર ને બદલે ૩૦,૦૦૦ નખાઇ ગયા છે તેમ કહીને પરત માંગી ફોર્ડ કર્યુ
– બે વાર પે મેન્ટ કયાનો સ્ક્રીન શોટ મોકલી ગઠીયો વેપારીને છેતરીગયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વેપારી સાથે ઓનલાઈન ફોર્ડ કરી ગઠીયો દશ હજાર નો ચુનો લગાવી ગયો વેપારીએ ગુગલ પે કર્યા બાદ છેતરાયા હોવાનો અહેસાસ થયો પણ ગુગલ પે કરી દેતા વેપારી ને દશ હજાર રૂપિયા ખોવાનો વારો આવ્યો
હાલ ઓનલાઈન ફોર્ડ વિષે રોજ બરોજ અખબારો ,ન્યુઝ ચેનલ મા સાભળવા મળતુ હોય છે અને આ બાબતે પોલીસ તથા ખાસ કરીને સાયબર ક્રાઇમ ના બનતા ગુનાઓને રોકવા પોલીસ દ્રારા સતત સોશિયલ મિડીયા સહિત વતમાન પત્રો દ્રારા અવરનવર લોક જાગૃતિ માટે જાહેરાત કરતી હોય છે છતાંય અનેક કિસ્સાઓ રોજ બરોજ ના સામે આવતા હોવા છતાંય આપણે ઓનલાઈન ફોર્ડ નો સ્વીકાર બનતા હોઇએ છીએ અને પેમેન્ટ ગોળીની જેમ હાથમાંથી જતુ રહ્યા બાદ બ્રહ્મ જ્ઞાન પાછુ આવતુ હોય છે અને છેતરાયા હોવાનો અહેસાસ થાય છે પણ ત્યાં સુધી તિર છુટી ગયુ હોય છે અને ઓનલાઈન ફોર્ડ મા હંમેશા પૈસા ખોવાનો વારો આવે છે ત્યારે આવોજ એક કિસ્સો પ્રાંતિજ ના એક વેપારી સાથે બનવા પામ્યો છે જેમા પ્રાંતિજ મા ટીવી.ઇલેક્ટ્રોનિક નો શોરૂમ ધરાવતા વેપારીને એક ગાઠીયા દ્રારા પ્રાંતિજ ખાતે આવેલ નામચીન સ્કુલ નુ નામ આપીને ફોન કરી ૧૦ પંખા નુ ૧૦૦૦ લેખે ૧૦.૦૦૦ નુ બીલ થતા ગઠીયા એ ગુગલ પે કરતા દશ હજાર નથી થતા અને વેપારી ને પહેલા સાત હજાર નુ પેમેન્ટ સ્ક્રીન શોટ મોકલ્યુ અને બાદમા ત્રણ હજાર ની જગ્યાએ ૩૦,૦૦૦ હજાર નો સ્ક્રીન શોટ મોકલ્યો અને પછી વેપારી ને ફોન કર્યો કે ૭૦૦૦ પહેલા મોકલ્યા અને પછી ૩૦૦૦ ની જગ્યાએ ૩૦,૦૦૦ થઈ ગયા છે અને મારે બીજે પેમેન્ટ કરવુ છે મને ૨૭૦૦૦ પરત મોકલો તો વેપારીએ કીધુ મારા ખાતામા હજુ આવ્યુ નથી અને દશ હજાર છે તો ગઠીયાએ કર્યુ દશ હજાર મોકલો પછી હુ રૂબરૂ આવીને બીજુ પેમેન્ટ લઈ જઉછુ તેમ કહીને વેપારી ને મગજ મા ધુસાવી દઇ વેપારી ને દશ હજાર હાલ ગુગલ પે કરો તેવુ કહેતા વેપારી દશ હજાર ગુગલ પે કર્યા બાદ તેને બ્રહ્મ જ્ઞાન આવતા બાદમા છેતરાયા હોવાનુ માલૂમ પડુ પણ ત્યાં સુધી તીર છુટી જતા વેપારી ને દશ હજાર રૂપિયા ખોવાનો વારો આવ્યો
જીલ રાવલ પ્રાંતિજ