fbpx

ચિકન ફ્રાઈ માટે વર-કન્યા પક્ષ ઝઘડી પડ્યા, 15 ઇજાગ્રસ્ત; પછી કેવી રીતે થયા લગ્ન?

Spread the love

ચિકન ફ્રાઈ માટે વર-કન્યા પક્ષ ઝઘડી પડ્યા, 15 ઇજાગ્રસ્ત; પછી કેવી રીતે થયા લગ્ન?

ચિકન ફ્રાય એટલે કે તળેલું ચિકન લગ્ન તૂટવાનું કારણ બની શકે છે. ભલું થાય પોલીસ અને ધર્મગુરુઓનું, જેમણે કન્યા પક્ષ અને જાનૈયાઓને સમજાવીને લગ્ન પૂર્ણ કરાવી દીધા છે. નહિંતર ઉત્તર પ્રદેશના બિજનોરમાં એક લગ્ન ચિકન ફ્રાયને કારણે તૂટી જવાના આરે હતા. બિજનોરના નગીના વિસ્તારના કોટરાથી મજેડાના તિબરી ગામના ફલક મેરેજ હોલમાં જાન પહોંચી હતી. ભોજન પીરસવાની શરૂઆત કરવા સાથે જ, તેઓ ચિકન ફ્રાય પર તૂટી પડ્યા.

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, જાનૈયાઓએ ફરિયાદ કરી હતી કે તેમને ઓછી ચિકન ફ્રાય આપવામાં આવી રહી છે. કન્યા પક્ષે જાનૈયાઓની નારાજગી દૂર કરવા માટે ચિકન ફ્રાયથી ભરેલી પ્લેટો પીરસવાનું શરૂ કર્યું. જેથી જાનૈયા રોષે ભરાયા અને કહ્યું કે, ભોજન નમ્રતાથી પીરસો. બંને પક્ષો વચ્ચેનો વિવાદ ઝડપથી ઝઘડામાં ફેરવાઈ ગયો.

આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં પરિવારના સભ્યો અને જાનૈયાઓને એક-બીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો દરમિયાનગીરી કરવા અને પરિસ્થિતિ શાંત કરવા દોડતા નજરે પડી રહ્યા છે. આ લગ્નમાં ચિકન ફ્રાય અંગે થયેલા વિવાદે ખુશીના માહોલને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધો. આ ઝઘડામાં લગભગ 15 લોકો ઇજાગ્રસ્ત થયા. પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ખૂબ જ મુશ્કેલીથી પરિસ્થિતિ શાંત કરી.

જોકે, ભોજન પૂરું થયાના થોડા સમય બાદ, ચિકનની માંગણીને લઈને ફરી હોબાળો થયો, જેના કારણે બીજી વખત ઝઘડો થયો. ચિકન ફ્રાય પીરસવા અંગેનો વિવાદ એટલો વધી ગયો કે લગ્ન સમારોહ 3 વખત બંધ કરવા પડ્યા. ત્યારબાદ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ પહોંચી. અંતે, મુસ્લિમ ધર્મગુરુઓ અને પોલીસ અધિકારીઓની મધ્યસ્થીથી લગ્ન સમારોહ પૂર્ણ થયો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

error: Content is protected !!