fbpx

કેન્દ્રિય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી સખત કાર્યવાહી, જાણો શું છે કારણ

Spread the love

કેન્દ્રિય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી સખત કાર્યવાહી, જાણો શું છે કારણ

બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે. ચૂંટણી અગાઉ મોટી કાર્યવાહી કરતા ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) વિરુદ્ધ FIR નોંધી છે. અહેવાલો અનુસાર, લલન સિંહે મોકામામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના કારણે FIR દાખલ કરવામાં આવી છે.

lalan-singh-3

મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા નિવેદન બદલ કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. લલન સિંહ ઉર્ફ રાજીવ રંજન સિંહ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જન પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. લલન સિંહે મતદાનના દિવસે એક નેતાને ઘરમાં પેક કરી  દેવાની વાત કહી હતી.

આ માહિતી પટના DMના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘જિલ્લા વહીવટીતંત્ર, પટણા દ્વારા વીડિયો સર્વેલન્સ ટીમના વીડિયો ફૂટેજની તપાસ કરી. તપાસ બાદ, લલન સિંહ ઉર્ફે રાજીવ રંજન સિંહ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જન પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.

મોકામામાં JDUના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ બાદ, કેન્દ્રીય મંત્રી લલન સિંહે તેમના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી અને મોકામામાં પ્રચાર કર્યો હતો. આ દરમિયાન, લલન સિંહે કહ્યું હતું કે, ‘ચિંતા ન કરતા, મેં કમાન સંભાળી લીધી છે. અનંત સિંહ એટલે અહી નથી કારણ કે તેઓ નીતિશ કુમારના કાયદાના શાસનનું સન્માન કરે છે.  પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ષડયંત્રનો ટૂંક સમયમાં ખુલાસો થઈ જશે.

lalan-singh

ઉલ્લેખનીય છે કે, દુલારચંદ યાદવ હ*ત્યાના કેસમાં અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. અનંત સિંહ મોકામામાં એક મજબૂત નેતા છે અને મતવિસ્તારમાં તેમનો ખૂબ દબદબો છે. બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે. ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

error: Content is protected !!