પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગૅસ ઉત્પાદનને બિરદાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે વિકસીત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ખૂબજ મહત્વપૂર્ણ છે.
આ પૂર્વે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગૅસ ઉત્પાદનના ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં 2020-21માં ગૅસનું ઉત્પાદન 28.7 બિલિયન ક્યૂબિક મીટર હતું અને 2023-24માં વધીને 36.43 બિલિયન ક્યૂબિક મીટર થયું.
કેન્દ્રીય મંત્રી દ્વારા શેર કરાયેલા આંકડા પ્રમાણે 2026માં ગૅસનું ઉત્પાદન 45.3 બિલિયન ક્યૂબિક મીટર રહેવાનું અનુમાન છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, ગૅસ ઉત્પાદનમાં આ સિદ્ધિ આ દિશામાં અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.