MAHARભારતની સૌથી મોટી વાઇનરી સુલા વાઇનયાર્ડસના સ્થાપક અને CEO રાજીવ સામંતને આજે‘વાઇન કિંગ ઓફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે, પરંતુ તેમની સફળતાની જર્ની પણ રોચક છે. મુંબઇમાં જન્મેલા રાજીવ સામંત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એન્જિનિયરીંગમાં માસ્ટર ડીગ્રી મેળવ્યા પછી ઓરેકલ કંપનીમાં જોબ કરી અને પછી લાખો રૂપિયાના પેકેજની નોકરી છોડીને પોતાના ગામ નાસિક આવી ગયા હતા.
શરૂઆતમાં તેમણે મેંગો, ગુલાબ અને સાગના લાકડાની ખેતી કરી, પરંતુ તેમને સમજાયું કે નાસિકમાં વાઇન દ્રાક્ષ માટે અનુકળ વાતાવરણ છે. તેમણે 1997માં જ્યારે સુલા વાઇનયાર્ડસ શરૂ કરી ત્યારે પોતાની પાસેનું બધું ગિરવે મુકી દીધું હતું. જો કંપની નહીં ચાલે તો પોતે રસ્તા પર આવી જાય તેવું હતું, પરંતુ રાજીવ આત્મવિશ્વાસ રાખીને આગળ વધ્યા. આજ તેમનું માર્કેટ કેપ 4198 કરોડ રૂપિયા છે.