fbpx

‘પોતાના ખર્ચે છપાવો માફી પત્ર’, SCએ પતંજલિ વિવાદમાં IMA પ્રમુખને ફરી ફટકાર લગાવી

Spread the love

સુપ્રીમ કોર્ટે IMAના ડૉ. RV અસોકનને ફટકાર લગાવી છે અને તેમને કહ્યું છે કે, તેઓ પોતાના ખર્ચે તમામ અખબારોમાં તેમનો માફી પત્ર પ્રકાશિત કરે. જે અખબારોમાં તેમનો ઈન્ટરવ્યુ છપાયો હતો. કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 27 ઓગસ્ટે થશે, જે પહેલા કોર્ટે તેમને તમામ વ્યવસ્થા કરવા કહ્યું છે.

કોવિડની સારવારના દાવા અંગે પતંજલિ વિવાદમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની માફી અંગે સુપ્રીમ કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. કોર્ટે કહ્યું કે, માત્ર ન્યૂઝ એજન્સીને માફી પત્ર મોકલીને તમારી જવાબદારી પૂરી નહીં થાય. જ્યાં જ્યાં તમારું વિવાદાસ્પદ નિવેદન પ્રકાશિત થયું હતું તે તમામ અખબારો અને સમાચાર માધ્યમોમાં તમારે તમારા પોતાના ખર્ચે તમારો માફી પત્ર સ્પષ્ટપણે પ્રકાશિત કરવો પડશે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કહ્યું હતું કે, આ પ્રકારના માફી પત્રો પ્રકાશિત કરીને તમે તમારા માટે વધુ સમસ્યાઓ ઊભી કરી રહ્યાં છો. કોર્ટ હવે આ કેસની સુનાવણી 27 ઓગસ્ટે કરશે. કોર્ટે IMA પ્રમુખ ડૉ. અસોકનના વકીલ PS પટવાલિયાને કહ્યું કે, આગામી સુનાવણી પહેલા ડૉ. અસોકને અવમાનનાની કાર્યવાહીથી બચવા માટે યોગ્ય વ્યવસ્થા કરી લેવી જોઈએ.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ.R.V. અસોકન દ્વારા માગવામાં આવેલી માફીના પ્રકાર અને રીત પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડૉ.અસોકને તેમનો ઈન્ટરવ્યુ જે અખબારોમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો તે તમામ અખબારોમાં તેમના ખર્ચે માફી પત્ર છપાવવો પડશે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે, માફી પત્ર તમારે તમારા પોતાના પૈસાથી છપાવવાનો રહેશે. IMAના પૈસાથી નહીં. બેન્ચે કહ્યું કે, IMA પ્રમુખ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાને માફી મોકલીને પોતાને દોષમુક્ત કરી શકે નહીં. માફી પત્ર તમામ અખબારોમાં પ્રકાશિત થવો જોઈએ જેમાં તેની મુલાકાત છપાઈ હતી.

હકીકતમાં, ડૉ. અસોકને એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે સુપ્રીમ કોર્ટ પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જે યોગ્ય નહોતી. તેના પર કોર્ટે તેને સખત ઠપકો આપ્યો અને માફી માંગવા કહ્યું.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના વડા ડૉ. R.V. અશોકને નિવેદન બદલ જાહેરમાં માફી માંગી હતી. તેમણે કહ્યું કે તેમને તેમના નિવેદન પર પસ્તાવો છે અને કોર્ટની ગરિમાને નીચું લાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી. પતંજલિ આયુર્વેદ લિમિટેડ સંબંધિત ભ્રામક જાહેરાત સંબંધિત કેસની સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, તે માને છે કે IMAએ પણ પોતાની રીતે વ્યવસ્થિત રહેવાની જરૂર છે. સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં, ડૉ. અશોકને સર્વોચ્ચ અદાલત સામેના તેમના નિવેદન માટે બિનશરતી માફી માંગી હતી.

error: Content is protected !!