fbpx

જિંદગીમાં ખૂબ હેરાન થયો, USમાં પાસપોર્ટ જપ્ત થયો, છતા અબજો ડૉલરની કંપની ઉભી કરી

Spread the love

સફળતા એ કોઈ સંયોગ નથી. કોઈપણ વ્યવસાયને સફળ બનાવવો એ વિશ્વના સૌથી મુશ્કેલ કાર્યોમાંનું એક છે. એક સફળ ઉદ્યોગપતિ પાસે કળાનું એક એવું સૂત્ર હોય છે, જેને લાગુ કરીને તે સફળતાનું વારંવાર પુનરાવર્તન કરી શકે છે. આજે અમે તમારી સાથે જેની સ્ટોરી શેર કરી રહ્યા છીએ તે વ્યક્તિ પણ આવા જ એક બિઝનેસમેન છે. એક સામાન્ય ઘરમાંથી ઉભો થયો અને બે યુનિકોર્ન કંપનીઓ બનાવી. જિંદગી આકરી કસોટીઓ લેતી રહી, પણ તેણે હાર ન માની. તેણે બનાવેલો યુનિકોર્નનો ધંધો છીનવી લેવામાં આવ્યો હતો, પરંતુ તેણે ફરીથી એક નવો એ જ પ્રકારનો મોટો યુનિકોર્ન બનાવી દીધો. આ વાર્તા છે સંદીપ અગ્રવાલની. જેઓ પોતે હારી ગયા છે તેવો અનુભવ કરે છે, તેમના માટે આ વાર્તા કંઇક બોધપાઠ આપનાર સમાન છે.

સંદીપ અગ્રવાલનો જન્મ 1972માં થયો હતો. તેમનો રસ વાણિજ્ય અને ટેકનોલોજીમાં હતો. શાળાના સમય દરમિયાન, તેઓ ઠીક રીતે અંગ્રેજી પણ બોલી શકતા ન હતા, પરંતુ 1994માં તેમણે કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણામાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી લીધી. પછી તેણે ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ, મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને પછી સેન્ટ લુઈસની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો. હવે તેણે પોતાની આત્મકથા પણ પ્રકાશિત કરી ચુક્યા છે, જેનું નામ છે ‘ફોલ અગેઇન, રાઇઝ અગેઇન.’

MBA કર્યા પછી, સંદીપે પોતાની જાતને ફાઇનાન્સ અને ટેક્નોલોજી સુધી મર્યાદિત કરી દીધી. તેણે વોલ સ્ટ્રીટ (અમેરિકન સ્ટોક માર્કેટ)માં ઘણી જાણીતી કંપનીઓ સાથે 12 વર્ષ સુધી કામ કર્યું. ત્યાર પછી તેઓ ગુડગાંવ (હવે ગુરુગ્રામ) આવ્યા અને એક કંપની સ્થાપી. કંપનીનું નામ શોપક્લુઝ હતું. તે ભારતમાં એક ઓનલાઈન માર્કેટપ્લેસ હતું, જેના પર નાના અને મધ્યમ કદના વ્યવસાયો તેમના ઉત્પાદનો વેચી શકતા હતા. તેની પહેલા એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા મોટા પ્લેટફોર્મ હતા, પરંતુ નાની કંપનીઓ માટે વધારે જગ્યા નહોતી. લોકોને સંદીપનો આ આઈડિયા પસંદ આવ્યો અને શોપક્લુઝ ખૂબ જ ઝડપથી આગળ વધ્યું. ટૂંક સમયમાં તે 1 બિલિયન ડૉલરના મૂલ્યને પણ સ્પર્શી ગયું.

વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2013માં સંદીપ અગ્રવાલ તેના પરિવાર સાથે અમેરિકામાં રજાઓ ગાળી રહ્યો હતો. આ રજાઓ દરમિયાન તેઓ કંપની માટે વધુ ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ પણ કરવાના હતા. પણ જે વિચાર્યું હતું તે થયું નહિ. આ પ્રવાસ દરમિયાન અમેરિકન ગુપ્તચર સંસ્થા FBIએ તેને પકડી લીધો હતો. પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને દેશ ન છોડવા માટે કહેવામાં આવ્યું હતું. સંદીપ અગ્રવાલે તેના પરિવારને ભારત મોકલ્યો, પરંતુ તેઓ ત્યાં જ ફસાઈ ગયા.

હકીકતમાં સંદીપ અગ્રવાલ પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, તેણે માઇક્રોસોફ્ટ અને યાહૂ વચ્ચેની ડીલ વિશે હેજ ફંડને આવી માહિતી આપી હતી, જે જાહેરમાં નહોતી આવી અને આમ કરવું અપરાધની શ્રેણીમાં આવે છે. મામલો 2009નો હતો. આ કેસ પછી, સંદીપને શોપક્લુઝમાં તેમના પદ પરથી હટી જવું પડ્યું, જોકે તે કંપનીનો હિસ્સેદાર રહ્યો હતો.

જ્યારે તેને શોપક્લુઝમાંથી પાછું હટવું પડ્યું, ત્યારે તેને ઓળખનારા દરેક વ્યક્તિએ વિચાર્યું કે તે ખતમ થઈ ગયો છે. તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ છે. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું એવી કથિત ભૂમિકા માટે પકડાયો હતો, જે મેં 2009માં મારી પોતાની મરજીથી છોડી દીધો હતી… મારા પર કાર્યવાહી કરવામાં આવી હતી. મારે અમેરિકામાં 13 મહિના સુધી રહેવું પડ્યું, તે પણ મારા પરિવાર, બાળકો અને કામ વગર… આ સમય દરમિયાન મને ઘણી ખોટ સહન કરવી પડી, ભાવનાત્મક અને આર્થિક રીતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને મારે ShopCluesમાંથી પાછું હટવું પડ્યું. મેં મારી પ્રતિષ્ઠા, કારકિર્દી અને કુટુંબ ગુમાવ્યું હતું. મારી સાથે કોઈ જોડાવવા માંગતા ન હતા. આ કાળો અંધકાર જુલાઈ 2013 સુધી મારુ નસીબ બનીને મારી પાછળ પડ્યું હતું.’

નિયતિએ ઘણી સમસ્યાઓ સામે લાવીને મૂકી દીધી અને માર્ગમાં અવરોધો પણ આવવા લાગ્યા. પરંતુ સાચા ઉદ્યોગપતિને આવી સમસ્યાઓનો સામનો કરવાની આદત છે. સંદીપ અગ્રવાલે પણ આ કાદવ ઘૂંટ પણ ગળી લીધા અને એક નવી સફરની તૈયારી કરી. એ જ ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, ‘આશા, નિશ્ચય અને જુસ્સાએ મને જીવંત રાખ્યો. હું હંમેશા એક આશા રાખું છું અને મારા કોઈપણ પ્રશ્નનો જવાબ ક્યારેય ના નથી હોતો.’

2014માં સંદીપ અગ્રવાલે ડ્રૂમ લોન્ચ કર્યો હતો. તે એક ઓનલાઈન માર્કેટપ્લેસ છે, જ્યાં વપરાયેલ વાહનો ખરીદી અને વેચી શકાય છે. સંદીપે આ વ્યવસાયમાં OBV (ઓરેન્જ બુક વેલ્યુ)ની મહાન સુવિધા શરૂ કરી. સાથે જ એક ઇકોસિસ્ટમ પણ બનાવ્યું જે સેવાનું નિરીક્ષણ અને ચકાસણી કરી શકે.

2015 અને 2018ની વચ્ચે તેમની કંપની ડ્રૂમ પણ સારું પ્રદર્શન કરી રહી હતી. ડ્રૂમને વેન્ચર કેપિટલ ફર્મ્સ પાસેથી ફંડિંગ પણ મળવા લાગ્યું. આ ભંડોળ સાથે, અમે ભારતમાં અમારી સેવાઓનો વિસ્તાર કર્યો. 2018 સુધીમાં, તે ભારતીય ઓટોમોટિવ માર્કેટમાં એક મોટો ખેલાડી બની ગયો હતો.

2017માં, સંદીપ અગ્રવાલ પહેલીવાર મીડિયાની સામે ખુલ્લેઆમ આવ્યા અને તેમની પત્ની રાધિકા અગ્રવાલ અને સંજય સેઠી પર ગંભીર આરોપો લગાવ્યા. સંદીપે કહ્યું કે, તેને શોપક્લુઝમાંથી હટાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ આરોપો પછી તેમની અને રાધિકા અગ્રવાલ વચ્ચેના મતભેદો જાહેર થઈ ગયા.

2018માં, રાધિકા અગ્રવાલ સાથે છૂટાછેડાની કાર્યવાહી આગળ વધી. બાળકોની કસ્ટડીથી લઈને સંપત્તિના વિભાજન સુધી તમામ બાબતોને મીડિયામાં ઉછાળવામાં આવી હતી. આ પછીની માહિતી સાર્વજનિક નથી કે બંનેએ છૂટાછેડા લીધા છે કે નહીં. બંનેમાંથી કોણ સાચું હતું અને કોણ ખોટું તે ખબર ન પડી, પરંતુ સંદીપ અગ્રવાલને અનુભવી ખેલાડી તરીકે બિઝનેસમેન કહેવું ખોટું નથી. તમામ પ્રકારના મીડિયા રિપોર્ટ્સ છતાં સંદીપે બિઝનેસ પર સંપૂર્ણ ધ્યાન આપવાનું ચાલુ રાખ્યું. 2019 અને 2021ની વચ્ચે, ઘણી મોટી કંપનીઓએ ડ્રૂમને ભંડોળ પૂરું પાડ્યું અને કંપનીએ વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું.

અગ્રવાલની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ રિપોર્ટ ઉપલબ્ધ નથી. જો કે તેમની કંપની લિસ્ટેડ ન હોવાથી સંદીપ અગ્રવાલની નેટવર્થનો આંકડો મેળવવો સરળ નથી. જોકે, 2023માં સંદીપ અગ્રવાલે એક ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, કંપની માર્ચ 2025માં સાર્વજનિક થઈ શકે છે.

મીડિયા સૂત્રને આપેલા ઈન્ટરવ્યુમાં સંદીપ અગ્રવાલે દાવો કર્યો હતો કે, તેમની કંપનીએ માત્ર એક વર્ષમાં 24,000 કરોડ રૂપિયાની જૂની કાર વેચી છે. બિઝનેસ સતત વધી રહ્યો છે અને તેઓ 2025ની શરૂઆતમાં IPO લાવવાની તૈયારી કરી રહ્યા છે. સંદીપ અગ્રવાલે જણાવ્યું કે, તે એક છૂપો રોકાણકાર પણ છે અને તેણે અત્યાર સુધી (નવેમ્બર 2023 સુધી) 62 કંપનીઓમાં નાણાંનું રોકાણ કર્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, ડ્રૂમની સીધી સ્પર્ધા સ્પિની, કાર્સ 24 અને કાર ટ્રેડ સાથે છે. કંપનીએ 2021માં જ યુનિકોર્ન ક્લબમાં પ્રવેશ કર્યો છે. ત્યારપછી કંપનીને 57Star અને Seven Train Ventures જેવા નવા રોકાણકારો પાસેથી 200 મિલિયન ડૉલરનું રોકાણ મળ્યું હતું.

error: Content is protected !!