fbpx

જે કોલેજમાં ભણ્યા તેમાં 228 કરોડનું દાન આપ્યું, જાણો કોણ છે ડૉ. ચિવુકુલા

Spread the love

તમે દેશના મોટા મોટા દાનવીરો બાબતે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ બાબતે બતાવવા જઇ રહ્યા છીએ, જેમણે પોતાની કૉલેજને એક 1-2 નહીં, પરંતુ 228 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. જ્યાં તેઓ અગાઉ ભણતા હતા. આ દાન IIT મદ્રાસને મળ્યું છે, જે આજ સુધી તેને મળેલું સૌથી મોટું દાન છે. IIT મદ્રાસને એટલું મોટું દાન આપનાર કોઇ બીજું નહીં, સંસ્થાના જ પૂર્વ વિદ્યાર્થી ડૉ. કૃષ્ણા ચિવુકુલા છે. તેઓ અમેરિકામાં રહે છે અને એક જાણીતા બિઝનેસમેન છે.

IIT મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટીએ કહ્યું કે, ડૉ. કૃષ્ણા ચિવુકુલાએ 1970ના દશકમાં IIT મદ્રાસમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. લગભગ 53 વર્ષ બાદ અમારા પૂર્વ વિદ્યાર્થી ડૉ. કૃષ્ણા ચિવુકુલાએ IIT મદ્રાસને 228 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેમણે 1970ના દશક દરમિયાન એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેકનો અભ્યાસ કર્યો હતો અને એવી કંપનીઓની સ્થાપના કરી જે હવાઇ જહાજો માટ કમ્પોનેન્ટ્સનું નિર્માણ કરે છે.

નાણાકીય વર્ષ 2023-24માં એન્જિનિયરિંગ કૉલેજને દાનના રૂપમાં 513 કરોડ રૂપિયા મળ્યા હતા. તેમાંથી 367 કરોડ રૂપિયાનું યોગદાન સંસ્થામાં જ ભણનારા પૂર્વ વિદ્યાર્થીઓએ આપ્યું છે, જે હવે પોત પોતાના ક્ષેત્રોમાં કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ડૉ. કૃષ્ણા ચિવુકુલાના દાનને જોતા IIT મદ્રાસે અડ્યારમાં પોતાના વિશાળ પરિસરમાં તેમના નામ પર કૃષ્ણા ચિવુકુલા બ્લોકની સ્થાપના કરી છે.

કોણ છે ડૉ. કૃષ્ણા ચિવુકુલા?

ધોરણ 8 સુધી તેલુગુ મધ્યમ શાળામાં ભણનારા ડૉ. કૃષ્ણા ચિવુકુલાએ IIT મદ્રાસથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કર્યું. ત્યારબાદ તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં MBAના અભ્યાસ માટે અમેરિકા જતા રહ્યા. ત્યારબાદ તેમણે અમેરિકામાં પોતાની ઇન્ડો US મેટલ ઇન્જેક્શન મોલ્ડિંગ (MIM)ની સ્થાપના કરી. તેમને એક એવા ફર્મની સ્થાપન કરી જે હાઇટેક માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં એક્સપર્ટીઝ રાખે છે. ડૉ. કૃષ્ણા ચિવુકુલાએ કહ્યું કે, અમેરિકામાં પોતાના પ્રવાસ દરમિયાન વિભિન્ન સફળ લીડર્સે એ યુનિવર્સિટીઓને રકમ દાન કરી હતી, જ્યાં તેમણે પોતાનું શિક્ષણ હાંસલ કર્યું અને તેણે IIT મદ્રાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા. અમેરિકામાં શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં લોકો ખૂબ દાન આપે છે.

error: Content is protected !!