પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે રહીશોએ નેશનલ હાઇવે બ્લોક કરતા ટ્રાફિક જામ
– નવાધરા ન્યુ પટેલ કોલોની ના રહીશો દ્રારા ડસ્ટ ઉડવાને લઈ ને રસ્તા ઉપર ચક્કાજામ કર્યુ
– નેશનલ હાઈવે-૪૮ બ્લોક કરતા એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો
– વાહન ચાલકો ખાડાખડીયા વાળા રસ્તો અને રસ્તો બ્લોક થતા પરેશાન
– ડસ્ટ ઉડવા ને લઈ ને બાળકો બિમાર પડતા રહીશોએ ચક્કાજામ કર્યુ
– તાત્કાલિક સમસ્યા નો હલ નહી આવે તો આવતી કાલે ફરી ચક્કાજામ ની ચીમકી ઉચ્ચારી
– હાઇવે ચક્કાજામ છતાંય પ્રાંતિજ પોલીસ ઉધતી જોવા મળી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે રહીશોએ ડસ્ટ ઉડવાને લઈ ને નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ કર્યો તો રસ્તો બ્લોક કરાતા એક કિલોમીટર સુધી વાહનોની લાબી કતાર લાગી હતી તો તંત્ર ના પાપે અનેક વાહન ચાલકો પરેશાન થયા હતા
અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ ઉપર પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે છેલ્લા ત્રણ વર્ષ થી ઓવરબ્રીજ નુ કામ બંધ પડયુ હોય અને જેને લઈ ને બાજુમા સર્વિસ રોડ બનાવી દેતા રોડ ઉપર થી રોજના હજારોની સંખ્યામા રાત્ર-દિવસ વાહનો પ્રસાર થતા સર્વિસ રોડ ઉપર ડસ્ટ ઉડતા રોડ પાસે આવેલ રહીશોના રહેણાંક મકાનો સહિત ધર બહાર પાર્કિંગ મા રહેલ વાહનો ઉપર બે કલાક મા ડસ્ટ ડસ્ટ થઈ જાય છે તો આ અંગે નવાધરા ન્યુ પટેલ કોલોની ના રહીશો દ્રારા નેશનલ હાઇવે ઓથોરિટી તથા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય , પૂર્વ સાંસદ , નવા સાંસદ પૂર્વ ધારાસભ્ય સહિત તંત્ર મા લેખિત મા સમસ્યા નો નિકાલ લાવવા રજુઆત કરવામા આવી હતી પણ કોઇ નિકાલ આવ્યો નથી તો કોલોની ના ચાર બાળકો તથા એક વૃધ્ધ ડસ્ટ ઉડવાને લઈ ને બિમાર પડતા હોવાનુ ડોકટરો દ્રારા કહેતા રહીશોનો ગુસ્સો સાતમા આષમાને પોહચ્યો હતો અને નવાધરા ન્યુ પટેલ કોલોની ની મહિલાઓ અને રહીશો સોસાયટી બહાર રોડ ઉપર આવી ગયા હતા અને રોડ ઉપર રસ્તો બંધ કરી ને ચક્કાજામ કર્યુ હતુ જેને લઈ ને અમદાવાદ થી હિંમતનગર તરફ જતા નાના મોટા વાહનોની કતાર લાગી હતી અને નેશનલ હાઇવે-૪૮ ઉપર એક કિલોમીટર સુધી રસ્તો બંધ રહેતા ટ્રાફિક જામ થયો તો વાહન ચાલકોને એક બાજુ હાઇવે ઉપર રહેલ ખાડાઓ અને બીજી બાજુ સર્વિસ રોડ ઉપર પડેલ ખાડાઓ ના ત્રાસ થી વાહનચાલકો પરેશાન અને બીજી બાજુ હાઇવે બંધ કરતા એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતા અડધો કલાક સુધી વાહન ચાલકો ટ્રાફિક મા સલવાયા હતા જેને લઈ ને વાહન ચાલકો પણ પરેશાન થયા હતા તો રહીશો દ્રારા અવરનવર રજુઆતો બાદ તંત્ર દ્રારા કોઇ જ નિવેડો ના આવતા આખરે સોસાયટીના રહીશોએ રસ્તો બ્લોક કરી રસ્તા ઉપર ચક્કાજામ કર્યુ ત્યારે એક એમ્બ્યુલન્સ આવતા તેને જગ્યા આપવા રસ્તો ખુલ્લો કર્યો હતો અને રહીશો દ્રારા ચિમકી પણ આપવામા આવી હતી કે જો તાત્કાલિક સમસ્યા નો હલનહી આવે તો આવતી કાલે ગુરૂવાર ના રોજ સોસાયટીઓના વાહનો રસ્તા વચ્ચે મુકીને ફરી થી રસ્તો બ્લોક કરવામા આવશે તેવી ચીમકી પણ આપવામા આવી છે તો પ્રાંતિજ ત્રણ રસ્તા નવાધરા થી છેક ટુડોર સુધી હાઇવે ઉપર એક કિલોમીટર સુધી ચક્કાજામ થયુ અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન સામે પણ ચક્કાજામ થયુ હતુ પણ આ બાબતે પ્રાંતિજ પોલીસ ઉધ તી ઝડપાઇ હતી અને ટ્રાફિક ખુલ્લો થયો ત્યા સુધી પ્રાંતિજ પોલીસ ને ઉધ મા ગયુ હતુ ત્યારે હવે જોવુ એ રહ્યુ કે તંત્ર દ્રારા તથા નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા તાત્કાલિક એક્શન લેવામા આવશે કે પછી હોતા હૈ ચલતા હૈ જેવી સ્થિત જોવા મળશે એતો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ પ્રાંતિજ