fbpx

PM મોદી નિવૃત થાય તો કોંગ્રેસના MLA ભાજપના આ નેતાને PM બનાવવા ઈચ્છે છે

Spread the love
PM મોદી નિવૃત થાય તો કોંગ્રેસના MLA ભાજપના આ નેતાને PM બનાવવા ઈચ્છે છે

RSSના વડા મોહન ભાગવતે તાજેતરમાં એક કાર્યક્રમમાં એક પ્રસંગનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે RSSના એક નેતાનું 75 વર્ષની વયે શાલ ઓઢાડીને સન્માન કરાયું ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે તમને શાલ ઓઢાડે ત્યારે સમજી લેવાનું કે હવે તમારે નિવૃત થઇ જવાનું છે. આ વાત PM મોદીને નિશાન સાધીને કહેવામાં આવી હોવાનું લોકોએ તારણ કાઢ્યું.

કર્ણાટકની સાગર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જો ભાગવતના નિવેદન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજીનામું આપે છે તો પછી તેમના વારસદાર તરીકે કેન્દ્રીય નેતા  નિતીન ગડકરીને ભારતના પ્રધાનમંત્રી બનાવવા જોઇએ, તેઓ બધામાં સૌથી યોગ્ય પસંદ છે અને ગડકરી હમેંશા ગરીબોના હિત વિશે વિચારે છે.

error: Content is protected !!