

કર્ણાટકના રાજધાની બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કુતરાઓ માટે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. બેંગલુરુમાં દરરોજ 5000 કુતરાઓને ચિકન, ચોખા અને શાકભાજીમાંથી બનાવેલા પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. આ માટે વર્ષે દિવસે 2.9 કરોડનો ખર્ચ થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
બેંગુલુર પાલિકાનું કહેવું છે કે, આ યોજના શરૂ કરવા પાછળનો હેતું કુતરાઓની આક્રમકતા ઓછી કરવાનો, કરડવાની ઘટના ઘટાડવાનો અને રેબીઝ જેવા જીવલેણ રોગને અંકુશમાં લેવાનો છે. બેંગુલુરમાં દર મહિને કુતરા કરડવાના 1500 કેસ આવે છે.
બેગલુરુ પાલિકાની યોજના ઘણી સારી છે,જીવદયા પ્રેમી છે, પરંતુ સવાલ એ છે કે, દરરોજ 5000 કુતરાઓને ખવડાવવાની યોજનામાં ભ્રષ્ટાચાર ન થઇ જાય. કુતરાને બદલે અધિકારીઓ પૈસા ન ખાય જાય તે જોવું રહ્યું.
