fbpx

લ્યો બોલો પ્રાંતિજ માં ભર ચોમાસે ગટર લાઇન નુ કામ લેતા રહીશો પરેશાન

Spread the love

લ્યો બોલો પ્રાંતિજ માં ભર ચોમાસે ગટર લાઇન નુ કામ લેતા રહીશો પરેશાન
– ઝરમર ઝરમર વરસાદ ને લઈ ને કાદવ કીચડ
– પાલિકા એન્જીનીયર તથા કોન્ટ્રાક્ટર ની બુધ્ધિ નુ પ્રદર્શન
– કાદવ કીચડ થતા રહીશોને પોતાના વાહનો બહાર મુકવાનો વારો આવ્યો
– સોસાયટી ના રહીશો ગટર લાઇન ના કામ ને લઈ ને તોબા-તોબા પોકારી ઉઠયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાલિકા દ્રારા ભર ચોમાસે ગોકુલપાર્ક સોસાયટી મા ગટર લાઇન નુ કામ કરતા ઝરમર- ઝરમર વરસાદ ને લઈ ને સોસાયટી મા કાદવ કીચડ થતા રહીશો તોબા-તોબા પોકારી ઉઠયા છે ત્યારે હાલ તો ભર ચોમાસે ગટર લાઇન નુ કામ ચાલુ કરતા પાલિકાએ બુધ્ધિ નુ પ્રદર્શન કર્યુ હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે

પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ ગોકુલપાર્ક સોસાયટી ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્રારા ભર ચોમાસે ગટર લાઇન નુ કામ કરતા સોસાયટી ના રહીશો મા પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે અને ઝરમર ઝરમર વરસાદ વચ્ચે સોસાયટી મા કાદવ કીચડ થતા રહીશો ને સોસાયટી ની બહાર -અંદર જવુ પણ મુશ્કેલ બન્યુ છે તો બીજી બાજુ પોતાના વાહનો પણ સોસાયટી ની બહાર મુકવાનો વારો આવ્યો છે અને વાહનો ની ચોરી નો ભંય સતાવે છે તો છેલ્લા એક મહિના થી ચાલી રહેલ ગટર લાઇન ના કામ ને લઈ ને સોસાયટી ના રહીશો તોબા-તોબા પોકારી ઉઠયા છે તો પ્રાંતિજ પાલિકા ના એન્જીનીયર તથા પાલિકા ના કોન્ટ્રાક્ટર દ્રારા ભર ચોમાસે કામ હાથ લેતા પોતાની બુધ્ધિ નુ પ્રદર્શન કર્યુ હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે જણાઇ આવે છે ત્યારે ચોમાસા ને લઈ ને હાલતો રહીશો હેરાન થઈ રહ્યા છે અને વધુ વરસાદ પડે તે પહેલા ઝડપી કામ પુરૂ કરવામા આવે કે પછી હમરા ચોમાસા પુરતુ કામ બંધ કરી રસ્તો કપ્લેટ કરી આપવા માંગ ઉઠવા પામી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!