fbpx

કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો- જમ્મુ-કાશ્મીરમાં ક્યારે થશે વિધાનસભાની ચૂંટણી

Spread the love

એક અરસા બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન જલદી જ થઇ શકે છે. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ સોમવારે જણાવ્યું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2014થી બાગથી વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું નથી. વર્ષ 2019માં રાજ્યમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું હતું. તેની સાથે જ લદ્દાખથી જમ્મુ-કાશ્મીરને અલગ કરી દેવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીને ભાજપે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે. સોમવારે જમ્મુના બાહ્ય વિસ્તારમાં રેલી કરતા જી. કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીરમાં વિકાસની ગતિ બનાવી રાખવા અને આતંકવાદની ગતિ બનાવી રાખવા અને આતંકવાદને જડથી ઉખાડી ફેકવા માટે લોકોને ચૂંટણીમાં ભાજપને વોટ આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આર્ટિકલ 370 રદ્દ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન અને તેની ઇન્ટેલિજેન્સ એજન્સી ISIની ગતિવિધિઓ પર ઘણી હદ સુધી અંકુશ લાગ્યો છે.

જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બરમાં થશે અને અમને વિશ્વાસ છે કે લોકો ભાજપને પૂર્ણ બહુમતથી સત્તામાં લાવશે. લોકોએ એ નક્કી કરવું પડશે કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં કઇ સરકાર ઇચ્છે છે, એ જે આર્ટિકલ 370ને લાગૂ કરવાની વાત કહી રહી છે કે ભાજપના નેતૃત્વવાળી સરકાર જે જમ્મું-કશ્મીરને વિકાસ, શાંતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઇઓ પર લઇ જવા માગે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લી વખત જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું. 19 જૂન 2018ના રોજ ભાજપ તરફથી સમર્થન પરત લીધા બાદ તત્કાલીન મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગ્યું છે. ત્યારબાદ અહી રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું. ત્યારબાદ 5 ઑગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 અને 35Aને હટાવી દીધું અને જમ્મુ-કાશ્મીર રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચી દેવામાં આવ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ જ જમ્મુ કાશ્મીરમાં ઉપરાજ્યપાલ શાસનની બાગડોર સંભાળી રહ્યા છે.

error: Content is protected !!