સુપ્રીમ કોર્ટમાં મંગળવારે શિવસેના અને NCPના ધારાસભ્યોની અયોગ્યતા સાથે જોડાયેલા કેસની સુનાવણી હતી. દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠ તેની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન અજીત પવારે ગ્રુપે કેસમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે વધુ સમય માગ્યો. જો કે, ચીફ જસ્ટિસે તેમની વાત માની લીધી અને 2 અઠવાડિયા માટે સુનાવણી ટાળી દીધી, પરંતુ આ દરમિયાન ઉદ્ધવ ગ્રુપ તરફથી કેસની પેરવી કરનારા વકીલે એવું કંઇક કહી દીધું કે CJIએ હેરાન કરી દેનારો જવાબ આપ્યો.
CJI ડીવાઇ ચંદ્રચૂડ સાથે જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠ મહારાષ્ટ્રના આ રાજનીતિક વિવાદો સાથે સંબંધિત 2 અલગ અલગ અરજીઓ પર સુનાવણી માટે આગામી તારીખ આપવા પર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે જ ઉદ્ધવ ઠાકરે ગ્રુપની પેરવી કરી રહેલા વકીલે ડી.વાઇ. ચંદ્રચૂડેને કહ્યું કે, આગામી અઠવાડિયે તારીખ આપી દો. એટલું કહીને વકીલ આગામી અઠવાડિયાની તારીખ માટે જિદ્દ કરવા લાગ્યા. ડી.વાઇ. ચંદ્રચૂડ કંઇ કહે એ અગાઉ વકીલે ફરી કહ્યું કે, તેને આગામી અઠવાડિયે સૂચિબદ્ધ કરી શકાય છે.
વકીલની વણમાગી સલાહ અને અડગ વલણ પર CJI ડી.વાઇ. ચંદ્રચૂડે રોષે ભરાઇ ગયા. તેમણે કહ્યું કે, કૃપયા કોર્ટને આદેશ ન આપો. શું તમે જાણો છો કોર્ટ પર કેટલો દબાવ છે? એક દિવસ તમે અહી આવીને બેસો, જ્યાં હું બેસું છું. તમને આશ્વસ્ત કરું છું કે ત્યારે તમે પોતાનો જીવ બચાવવા ભાગશો. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે ગ્રુપે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના એ આદેશને પડકાર આપ્યો છે જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેનાને અસલી રાજનીતિક પાર્ટી જાહેર કરી હતી.
જૂન 2022માં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં ફાળ પડી ગઇ હતી અને એકનાથ શિંદેએ થોડા ધારાસભ્ય લઇને ભાજપ સાથે મળીને રાજ્યમાં નવી સરકાર બનાવી લીધી હતી. શિંદેએ ત્યારે પોતાના ગ્રુપને જ અસલી શિવસેના કરાર આપ્યો હતો, જેની વિરુદ્ધ ઉદ્ધવ ગ્રુપ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. આ પ્રકારે NCPનો પણ કેસ છે. અજીત પવાર ગ્રુપે શરદ પવાર વિરુદ્ધ વિદ્રોહ કરીને પાર્ટીને અસલી NCP બતાવી હતી. તેને પણ સ્પીકરે અસલી NCPનો દરજ્જો આપી દીધો હતો.