
પ્રાંતિજ ના અમીનપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કેળવણી મહોત્સવ યોજાયો
– યોગ બોર્ડ ચેરમેન ની ઉપસ્થિત મા શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
– બાળકો ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના અમીનપુર ખાતે યોગ બોર્ડ ચેરમેનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ બાળકોએ યોગ નિદર્શન કરી કાર્યક્રમ શરૂ કર્યો


પ્રાંતિજ તાલુકાની અમિનપુર પ્રાથમિક શાળામાં ગુજરાત યોગ બોર્ડ ચેરમેન શિશપાલ રાજપૂતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત બાળકોએ યોગ કરી હતી આ પ્રસંગે ચેરમેન એ જણાવ્યું હતું કે, બાળકને માં સરસ્વતીના ખોળે રમતો મૂકવાનો અવસર એટલે શાળા પ્રવેશોત્સ , દિવાળી, હોળી જેવા ઉત્સવ ઉજવીએ છીએ તેવી જ રીતે બાળકના વિકાસના પ્રથમ પગથિયાં સમાન શાળા પ્રવેશોત્સવને પણ ધામધૂમથી ઉજવવું જોઈએ યોગ થકી બાળકના માનસિક અને શારીરિક શક્તિમાં વૃદ્ધિ થાય છે જીવનમાં ઊંચાઈ મેળવવા માટે પ્રથમ શિક્ષણ જરૂરી છે વડાપ્રધાન એ ૨૩ વર્ષ પહેલાં આ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી જેનું મુખ્ય ઉદ્દેશ ગામનું એક પણ બાળક શિક્ષણ વિના ન રહી જાય તે જોવાની જવાબદારી માત્ર શિક્ષકોની નહીં પરંતુ ના સૌની છે આપણે આજે સંકલ્પ કરીએ કે ગામનું, સમાજનું એક પણ બાળક શિક્ષણ વિના નહીં રહે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બાળકને પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, લોકલ ફોર વોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી, યોગને ખેલને જીવનમાં ઉતારીએ, અન્યની મદદ કરવા જેવા ગુણોનો વિકાસ કરવો જોઈએ આ કાર્યક્રમમાં એસએમસીના સભ્યો, શાળાના શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા