
પ્રાંતિજ ના ઝીઝવા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો
– વાલીઓ બાળકો ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજની ઝીંઝવા પ્રાથમિક શાળા ખાતે પ્રિન્સિપલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ શ્રીમતી શાહમીના હુસૈન એ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો




પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા પ્રાથમિક શાળા ખાતે શ્રીમતી શાહમીના હુસેન પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ, નર્મદા વોટર રિસોર્સ, સપ્લાય એન્ડ કલ્પસર વિભાગ ગાંધીનગર ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરાઈ હતી આ સાથે સંસ્કાર ભારતી હાઇસ્કુલ રામપુર તેમજ કે. એમ. હાઇસ્કુલ સોનાસણ ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો શ્રીમતી શાહમીના હુસૈનએ આ પ્રસંગે નાના નાના ભૂલકાઓને ખૂબ જ પ્રેમથી શાળામાં આવકારી કુમકુમ તિલક કરી શિક્ષણ કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો આ પ્રસંગે ગ્રામજનોની સંબોધિત કરતા શ્રીમતી શાહમીના હુસૈને જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનની જરૂરિયાત છે આજે આ બાળકો આવનાર સમયમાં ભારતનું ભવિષ્ય બનશે ત્યારે તેમને સારું ઉચ્ચ શિક્ષણ મળે તેમજ ભવિષ્યમાં તેઓ સારા નાગરિક બને તે જોવાની જવાબદારી શિક્ષકોની અને આપણી સૌની છે એસએમસીના સભ્યોએ પણ શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ અને શિક્ષણમાં ધ્યાન આપી બાળકોના ભવિષ્યને ઉજજવળ બનાવવું જોઈએ આ પ્રસંગે ઝીંઝવા પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૬ બાળકો તેમજ બાલવાટિકામાં ૨૫ બાળકો તેમજ રણછોડપુરા ગામના સાત બાળકોની બાલવાટિકામાં પ્રવેશ અપાવ્યો હતો આ પ્રસંગે શ્રીમતી શાહમીના હુસૈન દ્વારા એસએમસી સભ્યોની મુલાકાત લેવામાં આવી હતી શાળાનું મૂલ્યાંકન તપાસવામાં આવ્યો હતો તેમ જ સિદ્ધિ હાંસલ કરેલ બાળકોને ભેટ આપી સન્માનિત કરાયા હતાઆ પ્રસંગે ગામના સરપંચ, એસએમસી સભ્યો ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા