
પ્રાંતિજ રસુલપુર ગામ પંચાયત મા દેરાણી-જેઠાણી વચ્ચે ચુંટણી જંગ મા જેઠાણી ની ૩૧૬ મતે જીત
- મહિલા સરપંચ ચુંટણી માટે ત્રિપાખીયો જંગ ખેલાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રસુલપુર ગામ પંચાયત ની ચુંટણી મા મહિલા સરપંચ ને લઈ ને ત્રિપાખિયા જંગ મા દેરાણી સામે જેઠાણી ની જીત
પ્રાંતિજ ના રસુલપુર ગામ પંચાયત ની સરપંચ ની ચુંટણી યોજાઇ હતી જેમા દેરાણી-જેઠાણી સહિત ત્રિપાખીયો ચુંટણી જંગ ખેલાયો હતો જેમા રસુલપુર ગામે દેરાણી-જેઠાણી સહિત મહિલા સરપંચ માટે ત્રણ મહિલાઓએ ઉમેદવારી કરી હતી જેમા ચુંટણી પરીણામ જાહેર થતા દેરાણી-જેઠાણી માંથી જેઠાણી રમીલીબેન નિમલસિંહ પરમાર નો ૩૧૬ મતે વિજય થયો હતો
જીલ રાવલ સાબરકાંઠા