

ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહ અને સમાજવાદી પાર્ટી (SP)ના યુવા સાંસદ પ્રિયા સરોજના લગ્ન, જે પહેલા 19 નવેમ્બર 2025ના રોજ નક્કી માનવમાં આવી રહ્યા હતા, તેની તારીખ હવે આગળ વધારી દેવામાં આવી છે. બંનેની વ્યસ્તતાઓને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં લખનૌમાં, બંનેએ પરિવાર અને રાજનીતિક હસ્તિઓની ઉપસ્થિતિમમાં સગાઈ કરી હતી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, એક્ટ્રેસ અને રાજ્યસભાના સાંસદ જયા બચ્ચન અને ક્રિકેટર ભુવનેશ્વર કુમાર જેવી ઘણી પ્રતિષ્ઠિત હસ્તિઓ આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી. બંનેએ આ ખાસ અવસરની તસવીરો પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, પરિવાર તરફથી મળેલી માહિતી મુજબ, અગાઉ લગ્ન સમારોહ માટે વારાણસીની તાજ હોટેલને 19 નવેમ્બરની તારીખ માટે બુક કરી લેવામાં આવી હતી, પરંતુ રિન્કુ સિંહની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સાથે સંભવિત વ્યસ્તતાને જોતા લગ્નની તારીખ આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ લગ્ન ફેબ્રુઆરી 2026માં આયોજિત કરી શકાય છે, જો કે ચોક્કસ તારીખની હજુ સુધી પુષ્ટિ થવાની બાકી છે.
8 જૂનના રોજ સગાઈ સમારોહ બાદ રિન્કુ સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, ‘આ દિવસ ઘણા સમયથી અમારા દિલમાં હતો. લગભગ 3 વર્ષ અને ઇંતજાર દરેક પળ માટે લાયક હતી. સગાઈ, પૂરા દિલથી અને હંમેશાં માટે.’ રિન્કુ સિંહ હાલમાં જ સમાપ્ત થયેલી ઇન્ડિયન પ્રીમિયર (IPL) 2025માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે રમ્યો હતો અને ભારતીય ક્રિકેટમાં પોતાની શાનદાર ઓળખ બનાવી ચૂક્યો છે.

તો પ્રિયા સરોજ 2024ની લોકસભા ચૂંટણીમાં મછલીશહર સીટ પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીતીને સંસદમાં પહોંચ્યા છે. તેઓ વારાણસી જિલ્લાના કરખિયાવ ગામના રહેવાસી છે અને લાંબા સમયથી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના પિતાના પ્રચાર દરમિયાન તેઓ પહેલી વખત ચર્ચામાં આવ્યા હતા.