fbpx

પૂરક પરીક્ષાને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જે વિદ્યાર્થીઓ ચૂકી ગયા તેમને…

Spread the love
પૂરક પરીક્ષાને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જે વિદ્યાર્થીઓ ચૂકી ગયા તેમને...

સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો વાતાવરણ છે, તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

પુન:પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદ કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી નથી શક્યા તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Photo-(2)

વધુમાં તેમણે ઉમેર્યું કે જે ધો 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાની પૂરક પરીક્ષાથી વંચિત રહી ગયા છે તેઓ પોતાની મહેનત ચાલુ રાખે. આગામી સમયમાં શિક્ષણ વિભાગ ફરીથી પરિક્ષાથી વંચિત વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું આયોજન કોરશે.

error: Content is protected !!