

5 વર્ષની લાંબી પ્રતિક્ષા પછી કૈલાશ માનસરોવરની યાત્રા સિક્કીમના નાથુલા પાસથી શરૂ થઇ ગઇ છે. શુક્રવારે યાત્રીઓનો એક જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. યાત્રાના 11 દિવસ તિબેટમાં વિતાવવાના છે.
કૈલાશ માનસરોવરની યાત્રાનું મુખ્ય આકર્ષણ કૈલાશ પર્વત અને માનસરોવર છે. કૈલાશ પર્વત 21778 ફુટ ઉંચો છે અને તેનો આકાર ચારેય દિશામાં સમાન છે. માનસરોવર તળાવ 4590 મીટરની ઉંચાઇએ આવેલું છે અને આ સરોવરનું નિમાર્ણ બ્રહ્માએ કર્યુ હોવાનું કહેવામાં આવે છે. આ સરોવરનું પાણી એકદમ પવિત્ર માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે કૈલાશ પર્વત પર આજ સુધી કોઇ ચઢી શક્યુ નથી. જેમણે પણ પ્રયાસ કર્યા છે તે ક્યાં તો નિષ્ફળ ગયા છે અથવા પાછા નથી ફર્યા.કૈલાશ પર્વત પર ભગવાન શિવનો વાસ છે અને દૈવી શક્તિઓ પર્વત પર ચઢતા રોકે છે.