fbpx

ગુજરાત કોંગ્રેસે હવે લડાયક ઘોડાઓને પ્રવક્તા બનાવ્યા

Spread the love
ગુજરાત કોંગ્રેસે હવે લડાયક ઘોડાઓને પ્રવક્તા બનાવ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યુ હતું કે, વર્ષ 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે. તાજેતરમાં પણ આણંદ આવેલા રાહુલ ગાંધીએ આ જ વાત કરી હતી. લાગે છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં ખરેખર સક્રીય થઇ ગઇ છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે ડો. તુષાર ચૌધરીની વરણી પછી હવે નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઉપ નેતા તરીકે શૈલેષ પરમારને યથાવત રખાયા છે. દંડક તરીકે ડો. કિરિટ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે વિધાનસભા માટેના પ્રવક્તા તરીકે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલની પસંદગી કરવામાં આવી છે.

જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ બંને લડાયક નેતાઓ છે. કોંગ્રેસે તેમની પસંદગી કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું સમીકરણ સાધી લીધું છે.

error: Content is protected !!