fbpx

સાયબર ફ્રોડ કરનારા સુરતના લોકોનો બેંક ખાતા ખોલવા ઉપયોગ કરી રહ્યા છે, સાચવજો

Spread the love
સાયબર ફ્રોડ કરનારા સુરતના લોકોનો બેંક ખાતા ખોલવા ઉપયોગ કરી રહ્યા છે, સાચવજો

ડાયમંડ અને ટેક્સટાઇલથી દુનિયાભરમાં જાણીતું સુરત હવે સાયબર ફ્રોડનું એપી સેન્ટર બની રહ્યું છે. છેલ્લાં 270 દિવસમાં સુરતની 2 સહકારી બેંક, 13 ખાનગી અને 11 સરકારી બેંકોમં 1405 એવા ખાતા ખુલ્યા છે, જેમાં સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર થઇ છે.

સાયબર ફ્રોડના માસ્ટર માઇન્ડ લોકો દુબઇ, ક્યુબા, થાઇલેન્ડ, સિંગાપોર કે પાકિસ્તાનમાં બેસીને ડિજીટલ અરેસ્ટ કે અન્ય ફ્રોડ દ્વારા જે રકમ મેળવે તે બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટં સુરતનો ઉપયોગ કરવામાં આવે છે. 9 મહિનામાં 2600 કરોડનું ફ્રોડ થયું છે. કેટલાંક લોકો કમિશન મેળવવાની લાલચે તેમના બેંક ખાતા ભાડે આપે છે તો કેટલાંક લોકોની જાણ બહાર ખાતામાં રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

સુરતના સરથાણા, વરાછા, લસકાણા, પુણાગામ, કાપોદ્રા, રિંગરોડ, લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં સૌથી વધુ આવા ખાતા ખુલ્યા છે.

error: Content is protected !!