

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, વરસાદી સીસ્ટમ હવે મધ્ય પ્રદેશ તરફ આવી છે એટલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં 26 જૂનથી 30 જૂન અને 1 જુલાઇથી 8 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. 26 જૂનથી 30 જૂન વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે મહેસાણા, પાલનપુર, સાબરકાંછા અને દાહોદ, પંચમહાલ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે 1 જુલાઇથી 8 જુલાઇ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ તોફાન મચાવશે.
અંબાલાલે કહ્યું કે આ વખતે વરસાદમાં વીજળીના કડાકા ભડાકા વધારે જોવા મળી શકે છે. જો લાલ વીજળી હશે તો ભારે પવન લાવશે અને સફેદ વીજળી હશે તો ભારે વરસાદ પડશે. તેમણે વીજ પ્રપાતથી સાવધ રહેવા પણ કહ્યું છે.
