fbpx

પાણી પીવડાવનાર બન્યો શેખ હસીનાના તખ્તાપલટનું કારણ, પોલીસની એક ભૂલે કરી દીધો ખેલ

Spread the love

શેખ હસીના બાંગ્લાદેશ છોડીને કેમ ભાગ્યા? તેની પાછળના ઘણા કારણ છે, પરંતુ એક કારણ એવું છે જેણે વિદ્યાર્થીઓમાં ગુસ્સો ભડકાવી દીધો. તેઓ નક્કી કરીને બેસી ગયા કે જ્યાં સુધી શેખ હસીના સરકારને સત્તામાંથી ઉથલાવી નહીં પાડીએ ત્યાં સુધી નહીં માનીએ. આ ઘટના હતી એક પાણી પીવડાવનારનું મોત. આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને આ વ્યક્તિ પાણીની બોટલ વહેચતો હતો. ટ્રાફિક કંટ્રોલ કરતો હતો, જેથી આંદોલનમાં કોઇ પરેશાની ન આવે, પરંતુ પોલીસની એક ચૂંકના કારણે આખો ખેલ પલટી ગયો.

સ્થિતિ અહી સુધી આવી ગઇ કે શેખ હસીનાને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી ભાગવું પડ્યું. આજે એ વ્યક્તિના મોઢેથી નીકળેલા છેલ્લા શબ્દ પ્રત્યેક બાંગ્લાદેશીના મોઢા પર છે. વિદ્યાર્થીઓને પાણી પીવડાવનાર આ વ્યક્તિ કોઇ બીજો નહીં, પરંતુ બાંગ્લાદેશ યુનિવર્સિટી ઓફ પ્રોફેશનલ્સનો વિદ્યાર્થી મીર મહફૂજૂર રહમાન મુગ્ધો હતો. તે હિંસક ઘર્ષણો વચ્ચે પ્રદર્શનકારીઓને ભોજન, પાણી અને બિસ્કિટ વહેચી રહ્યો હતો, ત્યારે 18 જુલાઇએ તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

સોશિયલ મીડિયામાં તેના વીડિયો ખૂબ વાયરલ થયા. તેમાં મુગ્ધો હિંસા વચ્ચે ભાગતો નજરે પડ્યો. એ જોઇને વિદ્યાર્થીઓનો ગુસ્સો હજુ વધી ગયો. એ જ દિવસે આખા દેશમાં મુગ્ધોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિદ્યાર્થીઓએ તેને સલામ કરી. પાની લગબે પાની (પાણી લઇ લો પાણી) મુગ્ધોના અંતિમ શબ્દ હતા. આજે એ શબ્દ બાંગ્લાદેશના પ્રત્યેક નાગરિકના મોઢે છે. દરેક તેને એજ શબ્દોથી યાદ કરી રહ્યું છે. સ્ટુડન્ટ્સ તેને નેશનલ હીરોની ઉપાધિ આપી રહ્યા છે.

તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે. તેજગાંવ કૉલેજમાં માર્કેટિંગનો અભ્યાસ કરી રહેલા રકીબે કહ્યું કે, અમારા ભાઇને પ્રદર્શનકારીઓને પાણી પીવાડતી વખત ગોળી મારી દેવામાં આવી. અમે તેના સન્માનમાં લોકોને પાણી પીવાડી રહ્યા છીએ. તે અમારો નેશનલ હીરો છે. ઢાકા યુનિવર્સિટીનો વિદ્યાર્થી આરિફ કહે છે કે મુગ્ધોએ જે શરૂ કર્યું, અમે તેને ચાલુ રાખવા માગીએ છીએ. તેણે અમને એક જવાબદારી સોંપી છે. અમે તેને ભૂલવા માગતા નથી. ઢાકા ટ્રિબ્યૂબનના રિપોર્ટ મુજબ, વિદ્યાર્થિનીઓ પણ તેની દીવાની છે. મહનોગર નર્સિંગ કૉલેજની વિદ્યાર્થિની તહમીના કહે છે કે મને લાગે છે કે મુગ્ધોને સન્માન આપવા માટે દેશમાં તેના નામ પર પાણીની એક બ્રાન્ડ હોવી જોઇએ.

તેણે કહ્યું કે, એ હંમેશાં યાદ રાખવા અને આગામી પેઢી સુધી તેને પહોંચાડવાની એક રીત હોય શકે છે. વિદ્યાર્થીઓની માગ છે કે બોટલબંધ પાણી વેચનારી કંપનીઓ પોતાની કમાણીનો એક હિસ્સો મુગ્ધોના પરિવારને આપે. કેટલાક વિદ્યાર્થી મુગ્ધોની જેમ જ ચોક પર ટ્રાફિક કંટ્રોલ કરી રહ્યા છે જેથી તેઓ મુગ્ધોની યાદોને તાજી રાખી શકે. આંદોલન બાદથી વિદ્યાર્થીની નસીમા રોડ પર રહે છે. તે ઇચ્છે છે કે બાંગ્લાદેશને ફરીથી બનાવવા માટે થોડી મદદ મળે. તેણે કહ્યું કે આપણે એવું બાંગ્લાદેશ સુનિશ્ચિત કરીએ જ્યાં બધા વર્ગોના લોકો સદ્વભાવના સાથે રહી શકે. મુગ્ધો માટે તેનાથી મોટી શ્રદ્ધાંજલિ કોઇ નહીં હોય શકે.

error: Content is protected !!