fbpx

હિંડનબર્ગની ભારતને લઈને ફરી એક વખત મોટી ચીમકી, અદાણી બાદ આ વખતના નિશાના પર કોણ?

Spread the love

ભારતના બીજા સૌથી અમીર બિઝનેસમેન ગૌતમ અદાણી ગ્રુપને હલાવી દેનાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એક મોટી ચીમકી આપી છે. હવે જોવાનું એ રહેશે કે આ વખત તેમના નિશાના પર કોણ હશે? હિંડનબર્ગ રિસર્ચે 10 ઑગસ્ટની સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે Something big soon on India.’ ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે હિંડનબર્ગ ફરીથી કોઈ મોટો રિપોર્ટ આપવાનું છે.

24 જાન્યુઆરી 2023ના રોજ ભારતની એ તારીખ જેણે દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ અને અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીને હલાવી દીધા હતા. એજ દિવસે અમેરિકાની એક શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. ત્યારબાદ ન માત્ર અદાણી ગ્રુપની કંપનીઓના શેર ડાઉન થયા, પરંતુ આખે આખો શેર બજાર હાલી ગયો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેર અત્યારે પણ જૂની પોઝિશન પર ફરી શક્યા નથી. હવે આ જ હિંડનબર્ગ રિસર્ચે ફરી એક વખત ભારતને લઈને મોટી ચીમકી આપી છે.

હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપ વિરુદ્ધ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેનું કહેવું હતું કે તેણે અદાણી ગ્રુપના શેરોને લઈને શોર્ટ પોઝિશન લીધી છે. જો કે, ત્યારે એ સ્પષ્ટ થયું નહોતું કે તેણે કોના માટે શોર્ટ પોઝિશન લીધું હતું કેમ કે ભારતીય શેર બજારમાં તેને ડાયરેક્ટ ડીલ કરવાની મંજૂરી નથી. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખત હિંડનબર્ગ રિસર્ચેના નિશાના પર કોણ છે એ તો તેની X પોસ્ટથી સ્પષ્ટ ખબર પડે છે, પરંતુ તેની આ પ્રકારની ચીમકી આપવાનું નિશ્ચિત રૂપે શેર માર્કેટમાં રોકાણકારોની ધારણાને પ્રભાવિત કરશે.

એટલું જ નહીં સામાન્ય રોકાણકારોના મનમાં ફરી એક વખત અદાણી ગ્રુપને લઈને સંશયના વાદળ મંડરાવા લાગ્યા છે. તો કેટલાક યુઝર્સ હિંડનબર્ગ રિસર્ચેની વિશ્વસનીયતા પર જ સવાલ ઉઠાવી રહ્યા છે. આ હિંડનબર્ગ રિસર્ચેની પોસ્ટ પર આવેલા સામાન્ય યુઝર્સની કમેન્ટથી ખબર પડે છે. હિંડનબર્ગ રિસર્ચે જ્યારે ગૌતમ અદાણીના ગ્રુપ વિરુદ્ધ પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. ત્યારબાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેર પ્રાઇઝમાં તેજીથી ઘટાડો આવ્યો હતો.

રિપોર્ટ આવવા અગાઉ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાં ટોપ-5 અમીર લોકોમાં સામેલ હતા, પરંતુ રિપોર્ટ આવવાના થોડા દિવસ બાદ જ તેમની નેટવર્થ અડધી રહી ગઈ હતી અને તેઓ દુનિયાના ટોપ-25 અમીરોની લિસ્ટમાંથી બહાર થઈ ગયા હતા. જો કે, વર્ષભરની અંદર જ ગૌતમ અદાણીની કંપનીએ રિકવરી કરી. અત્યારે તેઓ ભારતના બીજા સૌથી અમીર અને દુનિયાના ટોપ-15 અમીરોમાં સામેલ છે. હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અત્યધિક લોન લેવા, શેર પ્રાઇઝને મેન્યૂપુલેટ કરીને તેને જરૂરિયાતથી વધારે ભાવ સુધી પહોંચાડવા અને કાઉન્ટિંગમાં ગરબડી થવાના આરોપ લગાવ્યા હતા.

error: Content is protected !!