fbpx

ટ્રમ્પનું નોબલનું સપનું? ભારત પર ટેરિફ, પાકિસ્તાન પર મહેરબાની, રશિયા સાથે બેકડોર ચેટ, પૂર્વ US NSAએ ખોલી પોલ

Spread the love
ટ્રમ્પનું નોબલનું સપનું? ભારત પર ટેરિફ, પાકિસ્તાન પર મહેરબાની, રશિયા સાથે બેકડોર ચેટ, પૂર્વ US NSAએ ખોલી પોલ

ભારત પર ટેરિફ, પાકિસ્તાન પર મહેરબાન અને રશિયા સાથે બેક ચેનલ વાતચીત… અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાને જોઈને બધા હેરાન છે. માત્ર ભારત જ નહીં, દુનિયાભરના ડિપ્લોમેટ સમજી શકતા નથી કે તેઓ શું ઇચ્છે છે. પરંતુ પૂર્વ અમેરિકી ડિપ્લોમેટ જોન બોલ્ટને તેમના ઇરાદાનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પ્રત્યે પ્રેમ, ભારત પર ડબલ ટેરિફ અને રશિયા સાથે ગુપ્ત વાતચીત કોઈ સ્ટ્રેટેજિક પ્લાનનો હિસ્સો નથી, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાના ટ્રમ્પના સપનાના પુરાવા છે.

Constitution-Club-Election1

સીન એ છે કે જ્યારે ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યું તો ટ્રમ્પે ટેરિફ લગાવી દીધો. રસપ્રદ વાત એ છે કે ચીને પણ રશિયા પાસેથી તેલ ખરીદ્યું, પરંતુ ટ્રમ્પના નિવેદનોમાં ન તો બીજિંગ માટે કોઈ જાહેર ચેતવણી આવી કે ન તો પેનલ્ટી. જો અમેરિકા પોતે રશિયા સાથે ઊર્જા ડીલ કરે છે, તો તેને રાષ્ટ્રીય હિત કહી દીધું. બીજી તરફ પાકિસ્તાનનું લાલ જાજમ બિછાવીને માનો ટ્રમ્પ સંદેશ આપી રહ્યા છે કે જુઓ, હું બધાને સાથે લાવી શકું છું. સવાલ એ છે કે શું આ વિદેશ નીતિ છે, કે માત્ર ઓસ્લોથી આવનારા એક ફોનની રાહ જોઈ રહ્યા છે?

જોન બોલ્ટનનો દાવો છે કે ટ્રમ્પની પાકિસ્તાન સાથે અચાનક મિત્રતા માત્ર એટલા માટે છે કારણ કે તેઓ પોતાને એક એવા નેતા તરીકે રજૂ કરવા માગે છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સમજૂતી કરાવી શકે અને તેના માટે તેમનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર લોબીમાં મોકલી શકાય છે. યુક્રેન યુદ્ધ વચ્ચે, અમેરિકા અને રશિયાના ટોચના ડિપ્લોમેટ્સ વચ્ચે ગુપ્ત બેકચેનલ ખોલવાની ચર્ચા છે. રિપોર્ટ્સ કહે છે કે, આ પહેલ વ્હાઇટ હાઉસ તરફથી આવી હતી અને ટ્રમ્પના કહેવાથી વ્યક્તિગત રીતે કરવામાં આવી હતી. તેનો હેતુ પબ્લિકલી તો યુક્રેનને હથિયાર આપવાનો અને રશિયાને આક્રમક બતાવવાનો હતો, પરંતુ પૃષ્ઠભૂમિમાં શાંતિ વાર્તાની છબી બનાવવાનો હતો, જેથી એવું કહી શકાય કે જુઓ, મેં યુદ્ધ ખતમ કરાવ્યું.

Trump1

નોબેલ શાંતિ પુરસ્કાર માટે એક અલગ પ્રકારની લોબી અને આંતરરાષ્ટ્રીય પબ્લિકલી છબીની જરૂર હોય છે. ટ્રમ્પ માટે આ તક એક પ્રકારની લેગેસી પ્રોજક્ટ છે. કંઇક એવું જ, જેમ બરાક ઓબામાને રાષ્ટ્રપતિ બન્યાના થોડા મહિના બાદ મળ્યું હતું, જ્યારે તેમણે વૈશ્વિક શાંતિની વાત કરી હતી. તફાવત એ છે કે બરાક ઓબામા પાસે સદ્ભાવનાની નવી લહેર હતી, જ્યારે ટ્રમ્પે તેને બનાવવા માટે વિવિધ દેશો વચ્ચે ડીલ મેકરની છબી બનાવવી પડશે. આટલું જ નહીં ભારત, પાકિસ્તાન અને રશિયા જેવા નામો કામમાં આવી શકે છે.

error: Content is protected !!