

બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને બધી રાજકીય પાર્ટીઓ જંગ જીતવા માટે મંડી પડી છે. કોંગ્રેસે પણ તૈયારી કરી છે.
બિહારમાં રાહુલ ગાંધીને અત્યાર સુધીની સૌથી મોટી યાત્રા 17 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે.15 દિવસ સુધી ચાલનારી આ યાત્રાને વોટ અધિકાર યાત્રા નામ આપવામાં આવ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી રાહુલ ગાંધી ભારતના ચૂંટણી પંચની સામે નિશાન સાધીને વોટ ચોરીનો આરોપ લગાવી રહ્યા છે.
રાહુલ ગાંધીની આ યાત્રા 17 ઓગસ્ટે રોહતાસથી શરૂ થશે અને 1 સપ્ટેમ્બર 2025ના દિવસે પટનામાં પુરી થશે.
રાહુલની યાત્રા કુલ 23 જિલ્લામાંથી પસાર થશે અને રાહુલ ગાંધી 50 વિધાનસભા સીટોને આવરીને રેલી કાઢશે. રાહુલે લોકસભા ચૂંટણી પહેલા ભારત જોડો યાત્રા અને એ પછી ન્યાય જોડો યાત્રા પણ કાઢી હતી.
