

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી રહી છે. ભારતમાં પણ ઇથેનોલને પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારત સરકારે એપ્રિલ 2025થી E-20 પેટ્રોલની શરૂઆત કરી હતી અન કહ્યું હતું કે આનાથી વાહનોની માઇલેજ વધશે.
જો કે તાજેતરમાં કેટલાંક મીડિયા રિપોર્ટસમાં નિષ્ણાતો અને વાહન માલિકોએ દાવો કર્યો હતો કે, E20 પેટ્રોલને કારણે તેમની જૂની કારોમાં માઇલેજ 5થી7 ટકા ઘટી ગઇ છે.
આ બાબતે કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે,E-20 પેટ્રોલથી એવરેજ ઘટવાની વાત ખોટી છે. આવી કોઇ સમસ્યા થઇ હોય તેવું એક પણ ઉદાહરણ હોય તો મારી સામે લાવો. અત્યાર સુધી કોઇ પણ વાહનમાં સમસ્યા જોવા મળી નથી.
