fbpx

ભાગલાને કારણે જન્મેલી આ બેકરી ભારતમાં નાના બિઝનેસની દંતકથા બની ગઈ

Spread the love

હૈદરાબાદ ચારમિનાર, મોતી અને બિરયાની માટે જાણીતું છે. પરંતુ આ નવાબી શહેરની પ્રખ્યાત ચીજોની યાદીમાં એક વધુ વસ્તુ છે જેને તમે ઈચ્છો તો પણ છોડી શકતા નથી. તે કરાચી બેકરીના પ્રખ્યાત ફળ બિસ્કિટ છે. 1953માં સ્થપાયેલી આ બેકરી હૈદરાબાદના મોઅઝમ જાહી માર્કેટના મધ્યમાં આવેલી છે. તેના દરવાજા પર દરરોજ હજારો ગ્રાહકો આવે છે, જેઓ સિંધના ઉદ્યોગપતિ ખાનચંદ રામનાની દ્વારા પાકિસ્તાનથી લાવવામાં આવેલી બેકરી ઉત્પાદનોનો સ્વાદ લેવા માટે ભેગા થાય છે.

ખાનચંદ રામનાનીની કરાચી બેકરીની વાર્તા ભારતની આઝાદી જેટલી જ જૂની છે. સિંધી વેપારી રામનાની ભાગલા પહેલા કરાચી (હાલ પાકિસ્તાન)માં રહેતા હતા અને ત્યાં તેમનો નાનો વેપાર હતો. પરંતુ 1947 પછી, તેઓ તેમના કેટલાક બેકરી ઉત્પાદનોની વાનગીઓ સાથે હૈદરાબાદ આવ્યા. ભારત આવ્યા પછી તેમણે ચોક્કસપણે પોતાના માટે એક ઓળખ ઉભી કરી દીધી છે.

આ 1947નો સમય હતો, જ્યારે ભારત અને પાકિસ્તાન વિભાજનની ભયાનકતાનો સામનો કરી રહ્યા હતા. તે સમયે લોકોને પોતાનું બધુ ગુમાવવાનો ડર હતો. તેઓ જેને પોતાનું કહેતા હતા તે બધું જ ગુમાવવાનો ડર હતો. આ તે સમય હતો જ્યારે ખાનચંદ રામનાનીએ તેમના ચાર પુત્રો સાથે પાકિસ્તાનના સિંધથી ભારતમાં હૈદરાબાદ જવાનું નક્કી કર્યું. ખાનચંદ રામનાની સિંધમાં ફૂડ અને બેકરીનો વ્યવસાય કરતા હતા. તેઓ ભારતમાં જે લાવ્યા તે કરાચી શહેરના નામની યાદો હતી, જ્યાં તેઓ મોટા થયા હતા અને અલબત્ત, તેમણે તૈયાર કરેલી કેટલીક વાનગીઓ. આ યાદને કારણે જ રામનાનીએ હૈદરાબાદમાં પોતાના સ્ટોરનું નામ ‘કરાચી બેકરી’ રાખ્યું. તે શહેર માટે શ્રદ્ધાંજલિ હતી, જે તેઓએ પાછળ છોડી ને આવ્યા હતા.

કરાચી બેકરી, તેના શરૂઆતના વર્ષોમાં, ત્રીજા પક્ષ, જથ્થાબંધ વેપારીઓ પાસેથી મેળવેલ બેકરી અને ખાદ્ય ચીજોનું વેચાણ કરતી હતી. 1960ના દાયકામાં જ એક સિંધી વેપારીએ હાથથી બનાવેલા ફળ અને ઉસ્માનિયા બિસ્કિટ વેચવાનું શરૂ કર્યું, જે હૈદરાબાદના લોકોનું ત્વરિત પ્રિય બની ગયું. શરૂઆતમાં, તેઓ હોલસેલર્સ પાસેથી ખરીદેલી બેકરી ઉત્પાદનો વેચાતા હતા, પરંતુ ધીમે ધીમે તેમણે પોતાની પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું. દરરોજ સેંકડો લોકો બેકરીના આઇકોનિક ફ્રૂટ બિસ્કિટના બોક્સ મેળવવા માટે બેકરીની બહાર લાઇન લગાવતા. થોડા જ સમયની અંદર, તેમના બિસ્કિટનું નામ ઘરે ઘરે ગુંજતું થઇ ગયું અને તે રોજિંદા વપરાશની એક વસ્તુ બની ગઈ. તે સમયે, બેકરીના નાના રસોડામાં બનતા બિસ્કિટ તેના અનોખા સ્વાદ માટે જાણીતા હતા અને તેના કારણે આ નાના વ્યવસાયને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક મળી.

એક તરફ, બેકરી ત્વરિત હિટ બની હતી અને ધંધા અને તેની માંગ વધતી ગઈ, એક અંગ્રેજી બિઝનેસ અખબારના અહેવાલ અનુસાર બીજી તરફ, 2007માં રામનાનીઓએ બંજારા હિલ્સ એરિયામાં બીજો સ્ટોર ખોલ્યો હતો, જે શહેરના સૌથી પોશ વિસ્તારો પૈકી એક છે, આ સંપૂર્ણ રીતે પરિવાર દ્વારા સંચાલિત વ્યવસાય છે. તેના વિસ્તરણમાં વિલંબ શ્રેષ્ઠ ગુણવત્તાની બેકરી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે થયો હતો અને અન્ય કોઈ કારણોસર નહીં. આ દરમિયાન, રામનાની પરિવારે પોર્ટફોલિયોમાં વધુ વસ્તુઓ ઉમેરવાનું ચાલુ રાખ્યું. માત્ર ફ્રૂટ બિસ્કિટ, ઉસ્માનિયા બિસ્કિટ અને બ્રેડથી શરૂ કરીને, તેઓ કેક, કૂકીઝ, મીઠાઈઓ અને ત્યાં સુધી કે, નમકીનમાં પણ વૈવિધ્યીકરણ લાવી દીધું છે. કરાચી બેકરીએ ફ્રેન્ચ પેસ્ટ્રીઝ જેવી ખાદ્ય ચીજોની અન્ય ઘણી શ્રેણીઓમાં પણ વિસ્તરણ કર્યું.

13 વ્યાપક શ્રેણીઓ અને 50થી વધુ પેટા-શ્રેણીઓ અને સ્વાદ અને વિવિધતાના સંદર્ભમાં વધુ વિકલ્પો સાથે, કરાચી બેકરી પાસે સમૃદ્ધ ઉત્પાદન પોર્ટફોલિયો છે. રામનાની પરિવારે પણ કાફે અને રેસ્ટોરન્ટ ખોલવાનું સાહસ કર્યું હતું, જે તેના સ્વાદ અને ગુણવત્તામાં ટોચ પર રહીને જમનારાઓને ઉત્તમ ભોજનનો અનુભવ પ્રદાન કરે છે. સાત દાયકા પૂર્ણ કરનાર આ બેકરીના દેશભરમાં ડઝનબંધ સ્ટોર્સ અને કાફે છે. તેના ઉત્પાદનો યુનાઇટેડ સ્ટેટ્સ સહિત 20થી વધુ દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે.

દરરોજ હાથથી બનાવેલા બિસ્કિટનો જથ્થો અકલ્પનીય છે. કરાચી બેકરીના છ ઉત્પાદન એકમોમાં 1,000થી વધુ કર્મચારીઓ દ્વારા દરરોજ લગભગ 10 ટન બિસ્કીટ અને અન્ય ઉત્પાદનો બનાવવામાં આવે છે અને પેક કરવામાં આવે છે. અગાઉ, બિસ્કિટ હાથથી બનાવવામાં આવતા હતા અને ઈંટના ઓવનમાં શેકવામાં આવતા હતા. હવે ઉત્પાદન સ્વયંસંચાલિત છે, પરંતુ તેના ફળ બિસ્કિટ- બદામ, પિસ્તા, કાજુ, વગેરે હજી પણ હાથથી બનેલા છે. કરાચી બેકરી તેના ઉત્તમ બેકરી ઉત્પાદનો માટે પ્રખ્યાત છે. હવે તે એક પ્રતિષ્ઠિત નામ છે.

error: Content is protected !!