fbpx

વિનેશ ફોગાટને CASએ પૂછ્યા આ 3 ગંભીર સવાલ, એટલા કલાકમાં આપવા પડશે જવાબ

Spread the love

ભારતીય પહેલવાન વિનેશ ફોગાટના પેરિસ ઓલિમ્પિકમાં થયેલા ડિસ્ક્વાલિફિકેશનના કેસમાં અત્યારે પણ અનિશ્ચાતતા છે. વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચ અગાઉ વજન વધારે હોવાના કારણે ટૂર્નામેન્ટથી બહાર કરી દેવામાં આવ્યું હતું. તેમણે આ નિર્ણય વિરુદ્ધ CASમાં અપીલ દાખલ કરી છે. આ કેસ પર 10 ઑગસ્ટે રાત્રે 9:30 વાગ્યા સુધીમાં નિર્ણય આવવાનો હતો, પરંતુ હવે 13 ઑગસ્ટની તારીખ સુધી કેસને વધારી દેવામાં આવ્યો છે.

નિર્ણય આપવા અગાઉ CASના જજે વિનેશ ફોગાટને 3 સવાલ પૂછ્યા છે. ભારતીય પહેલવાને 12 ઑગસ્ટની સાંજ સુધીમાં E-mailના માધ્યમથી જવાબ આપવો પડશે. CASએ બૉલ હવે વિનેશ ફોગાટના પક્ષમાં ફેકી દીધો છે. તેણે ગુંચવણભર્યા સવાલ પૂછ્યા છે.

CASના જજે વિનેશ ફોગાટને પૂછ્યા આ 3 સવાલ

  1. શું તમને આ નિયમની જાણકારી હતી કે તમારે આગલા દિવસે પણ વજન આપવાનું છે?
  2. શું વર્તમાન સિલ્વર મેડલ વિજેતા ક્યૂબાની પહેલવાન તમારી સાથે પોતાનું સિલ્વર મેડલ શેર કરી લેશે?
  3. તમને આ અપીલનો નિર્ણય સાર્વજનિક જાહેરાતથી જોઇએ છે કે તમને ગોપનીય રીતે બતાવી દેવામાં આવે?

વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ વજનમાં થોડા વધારાના કારણે તેને ગોલ્ડ મેડલથી વંચિત રહેવું પડ્યું. હવે બધાની નજરો CASના નિર્ણય પર ટકી છે. વિનેશ ફોગાટને એ વાતની આશા છે કે તેને સિલ્વર મેડલ આપવામાં આવશે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા છે, જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર સામેલ છે.

નીરજ ચોપડાએ જેવલીન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યું, જ્યારે ભારતીય હોકી ટીમ અને શૂટિંગમાં 3 ખેલાડીઓએ બ્રોન્ઝ જીત્યા. રેસલિંગમાં અમન સહરાવતે પણ બ્રોન્ઝ જીત્યું. શૂટિંગમાં મનુ ભાકર, સરબજોત સિંહ અને સ્વપ્નિલ કુસાલે મેડલ પોતાનું નામે કર્યું. મનુએ 2 મેડલ જીત્યા છે. તેણે એક મેડલ એકલા અને એક સરબજોત સાથે મળીને જીત્યું.

error: Content is protected !!