fbpx

AAPના પૂર્વ મંત્રી સંદીપ વાલ્મીકિએ જોઇન્ટ કરી BJP, 3 કલાકમાં જ પાર્ટીએ કાઢ્યા

Spread the love

આમ આદમી પાર્ટી (AAP)ના દિલ્હી સરકારમાં મંત્રી સંદીપ વાલ્મીકિને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થવાના 3 કલાક બાદ જ કાઢી મૂકવામાં આવ્યા છે. હરિયાણાના પંચકુલામાં શનિવારે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની ઉપસ્થિતિમાં સંદીપે પોતાના સાથીઓ સાથે ભાજપનો હાથ પકડ્યો હતો. મુખ્યમંત્રીએ પોતે તેમને પાર્ટી જોઇન્ટ કરાવી હતી, પરંતુ 3 કલાક બાદ જ પાર્ટીમાંથી તેમની છુટ્ટી કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની દ્વારા ગમછો પહેરાવવાની તસવીર વાયરલ થવાના થોડા કલાક બાદ સોશિયલ મીડિયામાં સંદીપ વાલ્મીકિના વિવાદો સાથે જોડાયેલા જૂના સમાચાર શેર થવા લાગ્યા. તેની જાણકારી મળતા જ ભાજપે કાર્યવાહી કરી. આરોપ છે કે સંદીપે પોતાના પર લાગેલા ગંભીર આરોપો સાથે સંબંધિત તથ્ય છુપાવ્યા અને પાર્ટીને ભરમાવવામાં આવી. ત્યારબાદ પાર્ટીએ તેમને કાઢી દીધા.

ભાજપ પ્રદેશ મહામંત્રી સુરેન્દ્ર પૂનિયા તરફથી જાહેર કરેલા પત્રમાં જાણકારી આપવામાં આવી છે કે દિલ્હીના પૂર્વ મંત્રી સંદીપ વાલ્મીકિએ ભાજપ જોઇન્ટ કરી હતી, પરંતુ તેમણે પોતાની પુષ્ટભૂમિ છુપાવી હતી. તથ્ય સામે આવતા જ ભાજપે પાર્ટીના પ્રાથમિક સભ્યતાથી અલગ કરી દીધા. પાર્ટીએ કહ્યું કે, સંદીપે ભવિષ્યમાં પાર્ટી સાથે કોઇ પણ રૂપે સંબંધ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, સંદીપે શનિવારે સાંજે લગભગ 8:00 વાગ્યે પાર્ટીના પંચકુલા સ્થિત કાર્યાલયમાં ભાજપમાં સામેલ થયા હતા અને લગભગ 11:00 વાગ્યે તેમને પાર્ટીમાંથી બહાર કાઢી દીધા.

સંદીપ મૂળ રૂપે સોનીપતના રહેવાસી છે. વાસ્તવમાં સંદીપ વાલ્મીકિ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા. વર્ષ 2016માં રાશન કાર્ડ બનાવવાના વિવાદિત કેસમાં એક મહિલાએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંદીપને મંત્રી પદ પરથી હટાવવા સાથે જ પાર્ટીમાંથી કાઢી દીધા હતા.

error: Content is protected !!