દસ્ક્રોઇ ઠાકોર સમાજે અનોખી પહેલ શરૂ કરી છે. વર્ષોથી સમાજમાં ચાલતા આવતા કુરિવાજો બદલવા માટે પહેલ શરૂ કરવામાં આવી છે. એક મહિના અગાઉ દસ્ક્રોઇમાં આયોજીત થયું હતું. આ સંમેલનમાં સમાજના આગેવાનો દ્વારા 10 મુદ્દાઓ પર સમાજના નાગરિકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેથી સમાજના લોકો જે લગ્નના ખર્ચમાં કારણે દેખાદેખીના કારણે લોકો જમીન વેચીને પણ લગ્ન કરે છે અને બરબાદ થઇ જાય છે. એવું ન બને અને સમાજના શિક્ષણનો વ્યાપ વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઠાકોરના સમાજના આગેવાન એવા જનકભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, સમાજના રીત-રિવાજો અને પરંપરાઓને લઇને અનેક પ્રકારના ખર્ચાઓ સામે લોકો તૂટી જતા હોય છે. ત્યારે ગુજરાતમાં સમાજ સુધારણા માટે ઠાકોર સમાજ દ્વારા કુરિવારજો બદલવાની અપીલ કરવામાં આવશે.
સમાજના કુરિવાજો દૂર કરવા સમાજે બનાવ્યા નિયમો
લગ્ન પ્રસંગમાં DJ તથા સગાઇ-લગ્નમાં મર્યાદિત લોકોએ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કુરિવાજો ન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
લગ્ન પ્રસંગોમાં DJ ઉપર હંમેશા પ્રતિબંધ લગાવાયો.
ઓઢામણું રોકડમાં આપવું, બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવી હતી.
લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી અને મર્યાદિત વસ્તુ આપવી.
દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવું.
કુળ પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવું.
સગાઇ સગપણના તોડ પ્રથાનો દંડ શિક્ષણ અને સામાજિક કાર્યમાં વાપરવો.
વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવવું.
સમાજમાં વિદ્યાર્થીઓ માટે UPSC અને GPSCના તાલીમ કેન્દ્ર શરૂ કરવા.
આ નિયમો પહેરામણી પ્રથા એટલે કે જેમાં પહેલા લગ્નમાં કપડાં આપતા હતા. હવે તેની જગ્યા 20 રૂપિયા આપવાનો નિણર્ય લેવામાં આવ્યો. કેમકે કપડાં એવા આવતા હચા કે તે પહેરે નહીં અને મૂકી રાખવાની નોબત આવતી હતી. તેમજ લગ્નમાં વપરાય પણ નહી તેવા કપડાં આપતા હતા. એટલે કપડાંનો વહેવાર બંધ કરીને કપડાં રૂપે 20 રૂપિયા સગા-સંબંધીને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ લગ્નમાં વર કન્યાના પક્ષના મળીને 100 લોકોને આમંત્રણ આપવાનું રહેશે. જેમાં અગાઉ જે 500-1000 લોકોને આમંત્રણ આપવામાં આવતું હતું. જેના કારણે લગ્ન પ્રસંગમાં જમણવારમાં લાખો રૂપિયા ખર્ચ થતો હતો.
જેથી હવે વર અને કન્યા પક્ષે 100 કર્યા જેથી જમણવારમાં થતા લાખો રૂપિયા ખર્ચ ઘટે. તેમજ ગામ દીઠ લગ્ન ગાળામાં અનુકૂળ પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ સિવાય સગાઇ તોડ એટલે સગાઇ થઇ હોય અને રાખે નહી તો સમાજના લોકો મરજી મુજબ દંડ લેતા હતા. 5000 રૂપિયાથી લઇને લાખો રૂપિયા લેવામાં આવતા હતા. જેની સામે હવે એક જ નિયમ કર્યો કે સગાઇ જે તોડે તે હવે 1000 રૂપિયા દંડ કર્યો છે અને તે તેને શિક્ષણ પાછળ વાપરવાના નિણર્ય લેવામાં આવ્યો છે.
એ સિવા. સમાજમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. અને આગામી દિવસોમાં સમાજ દ્વારા રાજ્યભરના ઠાકોર સમાજ વિદ્યાર્થીઓ ક્લાસ વન પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે સેન્ટર શરૂ કરવામાં માટેની ચર્ચા થઇ છે. જેથી 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે પ્રકારનું સેન્ટર શરૂ કરવામાં માટેની સમાજના લોકો આગળ આવ્યા છે. આમ સમાજના સુધારા માટે મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.