fbpx

કેન્સલ થઇ ગયો 100 વંદે ભારત બનાવવાનો ઓર્ડર, આખરે કેમ નારાજ થઇ સરકાર

Spread the love

દેશમાં બધા લાંબા રુટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. સરકારે વંદે ભારત ટ્રેન બનાવવાનો 30 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે. આ યોજના હેઠળ 100 વંદે ભારત ટ્રેન બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ ટેન્ડર પૂરું થવા અગાઉ જ ભારતીય રેલવેએ આ કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે. એવામાં યોજના પૂરી કરવામાં નિશ્ચિત રૂપે વિલંબ થશે. હવે ભારતીય રેલવેએ આ પ્રક્રિયાને ફરી શરૂ કરવા માટે વધુ સમય માગ્યો છે. રેલવે તરફથી આ ટેન્ડર રદ્દ કરવાથી વંદે ભારત યોજનાને મોટો ઝટકો લાગ્યો છે.

રેલવેએ 100 વંદે ભારત ટ્રેન બનાવવાનો કોન્ટ્રાક્ટ 30 હજાર રૂપિયામાં કાઢ્યો હતો. તેના માટે તમામ કંપનીઓએ દાવેદારી રજૂ કરી હતી અને ફ્રાન્સની કંપની એલ્સટમ ઇન્ડિયા સાથે વાતચીત અંતિમ ચરણ સુધી પહોંચી ગઇ હતી. ત્યારબાદ પૈસાઓને લઇને બંને વચ્ચે સહમતી ન થઇ અને રેલવેએ હાલમાં આ ટેન્ડર પાછું લઇ લીધું છે. વંદે ભારત બનાવવાના ટેન્ડર પર વાતચીત કરનારી કંપની એલ્સટમ ઇન્ડિયાના MD ઓલિવર લૂઇસે મની કંટ્રોલને જણાવ્યું કે, ટેન્ડરમાં ઓફર કરવામાં આવેલા પૈસાઓને લઇને પરેશાની હતી. એલ્યુમિનિયમ બોડીવાળી વંદે ભારત બનાવવા માટે વાતચીત હાલી રહી હતી, પરંતુ ભારતીય રેલવેએ પોતાનું ટેન્ડર જ કેન્સલ કરી દીધું.

તેમણે કહ્યું કે, અમે ભવિષ્યમાં તેની કિંમત ઓછી કરી શકતા હતા, પરંતુ રેલવેએ ટેન્ડર જ કેન્સલ કરી દીધું. રેલવે અધિકારિઓનું કહેવું છે કે ફ્રેંચ તરફથી ટેન્ડર પ્રાઇઝ માટે પ્રતિ ટન 150.9 કરોડ રૂપિયાની માગ કરવામાં આવી હતી. એ ખૂબ વધારે કિંમત હતી અને અમે 140 કરોડ સુધી લાવવાની વાત કહી હતી. જો કે, રેલવેના દબાવમાં એલ્સટમે 145 કરોડ પર ડીલ ફાઇનલ કરવાની વાત કહી હતી. કંપનીએ તેને 30 હજાર કરોડમાં પૂરી કરવાની વાત કહી હતી અને આજ કિંમતમાં 100 વંદે ભારત રેક્સ બનાવવાનો વાયદો કર્યો હતો. આ અગાઉ વંદે ભારત સ્લીપર ટ્રેનનું દરેક વેગન 120 કરોડ રૂપિયામાં બનાવવાનું ટેન્ડર ફાઇનલ પણ થઇ ચૂક્યું છે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, ટેન્ડર કેન્સલ થઇ જવાથી રેલવેને પોતાની કિંમતનું આકલન કરવામાં મદદ મળશે. સાથે જ બિડિંગ લગાવનારી કંપનીઓને પોતાના પ્રોજેક્ટ અને ઓફરને સમજાવવાનો અવસર મળશે. આગામી વખત વધુ કંપનીઓને ટેન્ડરમાં સમાવેશ કરીશું, જેથી પ્રતિસ્પર્શ વધે તો ખર્ચમાં ઘટાડો આવે. આ વખત તો માત્ર 2 જ બીડર સામેલ થયા હતા. ટેન્ડર હેઠળ 13 હજાર કરોડ રૂપિયા રેકની ડિલિવરી પર મળવાના હતા અને 17 હજાર કરોડ આગામી 35 વર્ષમાં તેની દેખરેખ માટે આપવામાં આવશે.

error: Content is protected !!