fbpx

અયોધ્યામાં ભગવાન રામ 2 કરોડના ઝુલામાં ઝુલશે, ડાયમંડનો મુગટ ગુજરાતમાં બન્યો

Spread the love

અયોધ્યામાં અત્યારે ઝુલન ઉત્સવ ચાલી રહ્યો છે અને 19 ઓગસ્ટ સુધી ઉજવણી ચાલવાની છે. ખાસ વાત એ છે કે ભગવાન રામ 2 કરોડ રૂપિયાના ઝુલામાં ઝુલશે અને ડાયમંડ, માણેક, પન્નાથી સુશાભિત મુગટ ધારણ કરશે. આ મુગટ ગુજરાતમાં બનાવવામાં આવ્યો છે અને તેની ડિઝાઇન દક્ષિણ ભારતીય પરંપરા પર આધારિત છે.

વૃંદાવનના 10 કલાકારોએ 140 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનાનો ઉપયોગ કરીને ઝુલો બનાવ્યો છે જેની કિંમત 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઝુલાની ઉંચાઇ 10 ફુટ, પહોળાઇ 8 ફુટ અને 4 ફુટ ઉંડાઇ છે. ઝુલા પર દેવી દેવતાઓની કૃત્રિ બનાવવામાં આવી છે અને સોના-ચાંદી પર કોતરણી કામ કરવામાં આવ્યું છે. ઝુલાની બંને બાજુ ગરુડદેવ અભિવાદન કરતા દેખાય છે.

error: Content is protected !!