fbpx

સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં રાહુલ ગાંધીને પાછળ બેસાડાયા? શું કહે છે નિયમ

Spread the love

15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર આયોજિત સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની એક તસ્વીરે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચગાવી છે. રાહુલ ગાંધીને પાછળની લાઇનમાં બેસાડવમાં આવ્યા છે અને તેમની આસપાસ ઓલિમ્પિકના ખેલાડીઓ નજરે પડે છે.

કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા છે અને તેમને પહેલી હરોળમાં બેસાડવાને બદલે પાછલી હરોળમાં કેમ બેસાડવામાં આવ્યા.લાલ કિલ્લા પર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સીટીંગ એરેજમેન્ટની જવાબદારી રક્ષા મંત્રાલયની હોય છે. રક્ષા મંત્રાલયે જવાબ આપ્યો કે, આ વખતે ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓને આગળ બેસાડવાનું નક્કી થયું હોવાથી રાહુલ ગાંધીને પાછળની સીટ આપવામાં આવી છે. બાકી પ્રોટોકોલ મુજબ તો રાહુલ ગાંધીને પહેલી હરોળમાં જ બેસાડવા પડે, કારણકે કેન્દ્રીય મંત્રી જેટલું તેમનું વજનદાર પદ છે.

error: Content is protected !!