આપણે ઘણી વખત એવું સાંભળીએ છે કે દરેક માણસને નિરાંતની ઉંઘ મળવી જરૂરી છે. ઉંઘ ઓછી મળે તો શરીરમાં ઘણા પ્રોબ્લેમ ઉભા થઇ શકે છે, ઉંઘ સારી મળે તો માણસ આખો દિવસ ર્સ્ફુતિનો અનુભવ કરે છે. પરંતુ આપણે ક્યારેય એવું નથી વિચારતા કે જે મહિલા આખો દિવસ એક મા તરીકે, એક પત્ની તરીકે કે એક ઘરની વહુ તરીકે આખો દિવસ દોડાદોડ કરતી રહે છે તેને નિરાંતની ઉંઘ મળે છે ખરી? તબીબોનું કહેવું છે કે, મહિલાઓ નિરાંતની ઉંઘની જરૂર છે અને મહિલાઓએ આટલા કલાક તો ઉંઘ લેવી જ જોઇએ.
પુખ્ત વ્યક્તિને સાતથી આઠ કલાકની ઊંઘની જરૂર હોય છે. જો તમને સારી ઊંઘ આવે છે, તો તમારું મગજ સારી રીતે કામ કરે છે. હૃદય મજબૂત રહે છે. મેટાબોલિઝમને વેગ મળે છે. આપણી ચામડી અને વાળની ગુણવત્તા પણ સુધરે છે. જ્યારે આપણે કોઈપણ ખલેલ વિના શાંતિથી ઊંઘી શકીએ છીએ, ત્યારે આપણી ચિંતા પણ ઓછી થઇ જાય છે.
બધા જ એવું ઇચ્છતા હોય છે કે તમની સારી ઉંઘ મળે,જો કે સારી ઉંઘની જરૂરિયાત પુરુષો કરતા મહિલાઓને વધારે હોય છે.
સ્ત્રીઓનું મગજ પુરુષો કરતાં વધુ જટિલ હોય છે. મહિલાઓ મલ્ટિટાસ્કિંગ કરી શકે છે.તે ઘરની સંભાળ રાખે છે અને ઓફિસનું કામ પણ કરે છે. તે પરિવાર માટે રસોઇ પણ બનાવે અને બાળકોની સંભાળ પણ રાખે છે. એક મહિલાને કઇ કેટલીયે જવાબદારી હોય છે.આવી સ્થિતિમાં, તેમની ઊંઘ ઉડી જવાની શક્યતાઓ વધુ છે, કારણકે તેના મગજમાં પરિવારના વિચારો ચાલ્યા જ કરતા હોય છે.
આને કારણે, તેમને નબળી ઊંઘ આવે છે અને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમનું જોખમ તેમનામાં 40 ટકા વધી જાય છે. રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ એટલે સતત પગ હલાવવાની આદત.
એટલું જ નહીં, મહિલાઓમાં હોર્મોન્સના કારણે ઊંઘ પણ પ્રભાવિત થાય છે. સ્ત્રીઓમાં એસ્ટ્રોજન નામનું હોર્મોન હોય છે. પીરિયડ્સ દરમિયાન, આ હોર્મોન ઊંઘમાં ગંભીર વિક્ષેપનું કારણ બને છે. જેના કારણે મહિલાઓ યોગ્ય રીતે સૂઈ શકતી નથી. આ જ સમસ્યા ગર્ભાવસ્થા અને મેનોપોઝ દરમિયાન પણ થાય છે.
હોર્મોનલ વધઘટને લીધે, સ્ત્રીઓની સર્કેડિયન લયમાં વિક્ષેપ છે. આ સર્કેડિયન રિધમ નક્કી કરે છે કે આપણને ક્યારે ભૂખ લાગશે, ક્યારે થાક લાગશે અને ક્યારે સૂઈશું. અને, આ જ કારણ છે કે સ્ત્રીઓને વધુ ઊંઘની જરૂર છે.
એટલે ડોકટર પાસેથી જાણીશુ કે મહિલાઓને પુરુષોની સરખામણીએ કેટલી વધારે ઉંઘની જરૂર હોય છે?
હરિયાણાના ડોકટર જ્યોતિ કપૂરે આ વિશે સારો પ્રકાશ પાડ્યો છે. તેમણે કહ્યું છે કે, સારી ઊંઘ આપણા માટે ખૂબ જ જરૂરી છે. ઘણા સંશોધન કાર્યોમાં આ જોવા મળ્યું છે. સ્ત્રી હોય કે પુરુષ, બંનેને સારી ઊંઘની જરૂર હોય છે. જો આપણે મહિલાઓની ઉંઘની વાત કરીએ તો સ્લીપ ફાઉન્ડેશન અનુસાર મહિલાઓને પુરૂષો કરતા 11 મિનિટ વધુ ઊંઘની જરૂર હોય છે.કેટલાંક અન્ય રિસર્ચમાં 20 મિનિટ વધારે ઉંઘનું પણ કહેવામાં આવ્યું છે. જો કે વાસ્તવિકતા આનાથી તદ્દન અલગ છે. મહિલાઓને જોઈએ તેટલી ઊંઘ લેવી ખૂબ જ મુશ્કેલ છે. મહિલાઓ તેમના કામ અને પરિવારની કાળજી લેવાને કારણે પૂરતી ઊંઘ મેળવી શકતી નથી.
ડો. જ્યોતિ કપૂરે ટીપ્સ આપી છે જે બધાને કામ લાગી શકે છે.
એક પુખ્ત વ્યક્તિએ 7થી 9 કલાકની ઉંઘ લેવી જોઇએ. જો કે, ઉંમરના હિસાબે ઉંઘની જરૂરિયાત પણ બદલાતી રહે છે. ઉંમર વધવાની સાથે ઉંઘ ઘટી જાય છે. નવજાત બાળક માટે 17થી 20 કલાકની ઉંઘ જરૂરી હોય છે. કિશોર વયના લોકોએ 8થી 10 કલાક મસ્ત ઉંઘવું જોઇએ.
ડો કપૂરનું કહેવું છે કે,જો તમે ઈચ્છો છો કે સૂતી વખતે તમારી ઊંઘમાં ખલેલ ન પહોંચે. તમે શાંતિથી સૂઈ જાઓ. તેથી સમયસર સૂઈ જાઓ. તમારા સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરો. એવું વાતાવરણ બનાવો જેની આસપાસ તમે સરળતાથી ઊંઘી શકો. ઉદાહરણ તરીકે, રૂમની લાઇટ બંધ કરો. સૂતા પહેલા તમારા ફોનનો ઉપયોગ કરશો નહીં. ઉપરાંત, કેફીન, સિગારેટ અને આલ્કોહોલ ધરાવતી વસ્તુઓથી દૂર રહો. દરરોજ હળવી કસરત કરો. ચિંતા ઓછી કરો અને તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો.