

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને આમ તો વિવાદો સાથે ઘનિષ્ઠ નાતો છે. પરંતુ આ વખતે વિવાદ લેખિત પરીક્ષાના પેપર ફુટી જવાને કારણે નહીં, પરંતુ લેખિત પરીક્ષા પછીના ઇન્ટરવ્યૂને કારણે ઉભો થયો છે. આ વખતે કલાસ-2 ડ્રગ ઇન્સ્પેક્ટની ભરતીને લઇને વિવાદ ઉભો થયો છે.
GPSCના ચેરમેન હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, એક વિદ્યાર્થી મારફતે અમને માહિતી મળી હતી કે, સરદાર ધામમાં આવીને મોક ઇન્ટરવ્યૂ કરી ચૂકેલા એક તજજ્ઞ તમારી પેનલમાં બેઠા છે. આ માહિતીને આધારે છેલ્લાં 2 દિવસના ઇન્ટરવ્યૂ રદ કરી દેવામાં આવ્યા છે. ઇન્ટરવ્યૂ ફરીથી લેવામાં આવશે અને તેની તારીખ જાહેર કરવામાં આવશે. પટેલે કહ્યું કે, કોઇ ગેરરીતી થઇ નથી.